દક્ષિણ ગુજરાતના વાહનવ્યવહારને વધુ વેગ આપવા માટે ભરૂચથી કીમ સુધીનો એક્સપ્રેસ-વે ગતરોજથી ટ્રાયલ ધોરણે ખુલ્લો મૂકવામાં આવ્યો છે.

જોકે, આ નવા પ્રોજેક્ટના અમલીકરણ સાથે સ્થાનિક ટ્રાફિક વ્યવસ્થામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. વહીવટી તંત્ર દ્વારા પુનગામ તરફ જતો રસ્તો હવે કાયમી ધોરણે બંધ કરી દેવામાં આવ્યો હોવાથી વાહનચાલકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા જણાવાયું છે.
