લાખણી તાલુકાના જડીયાલિ ગામમાં સરકારી અનાજના બારોબાર વેચાણ કરતો કંટોલ સંચાલક ને ગામ લોકોએ ઝડપી પાડ્યો સમગ્ર પંથકમાં ભારે ચર્ચા અને રોષ જોવા મળી રહ્યો છે. જાહેર વિતરણ પ્રણાલી (PDS) હેઠળનું અનાજ ગેરકાયદેસર રીતે ખાનગી રીતે વેચાતું હોવાનું દ્રશ્ય દેખાઈ રહ્યું છે. સ્થાનિક ગ્રામજનોના જણાવ્યા મુજબ ગરીબ અને પાત્ર લાભાર્થીઓ માટે ફાળવવામાં આવતું અનાજ આ રીતે બારોબાર વેચાઈ રહ્યું હોય તો ગંભીર બાબત છે. ગામલોકોએ મામલતદારને પિકપ ગાડી ચાવળ ની બોરીઓ ભરેલી સોંપી. આ મુદ્દે લોકોમાં અસંતોષ ફેલાયો છે અને જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની ગામ લોકોએ માંગ કરી છે.

આ સમગ્ર મામલે ગ્રામજનો દ્વારા સંબંધિત પુરવઠા વિભાગ, તાલુકા પ્રશાસન તથા ઉચ્ચ અધિકારીઓને લેખિત અને મૌખિક રીતે રજૂઆત કરવાની તૈયારી દર્શાવવામાં આવી છે. તપાસ અને યોગ્ય કાર્યવાહી કરવા ગામ લોકોએ માંગ કરી છે.
હાલ પ્રશાસન તરફથી તપાસ હાથ ધરવામાં આવશે કે નહીં તે બાબતે લોકોની નજર ટકેલી છે. દોષિતો સામે કાયદેસરની કાર્યવાહી થાય તેવી લોક માંગ છે.
અહેવાલ :પ્રધાનજી ઠાકોર

