ગાંધીનગરના જુના સેક્ટરોમાં ટાઈફોડના રોગચાળાને દસ દિવસ ઉપરાંત નો સમય થઈ ગયો છતાં હજી પણ કેસો મળી રહ્યા છે ત્યારે આજે વધુ ૧૦ નવા કેસ કોર્પોરેશનના ચોપડે નોંધાયા હતા તો સિવિલમાં સારવાર લઈ રહેલા તે દર્દીઓને રજા આપવામાં આવી હતી જ્યારે હજી પણ ૭૦ દર્દી સારવાર હેઠળ છે ૮૫ ટીમો દ્વારા હજી પણ અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે.

ગાંધીનગર મહાનગરપાલિકાના વિવિધ વિસ્તારોમાં શંકાસ્પદ ટાઈફોઈડના કેસો નોંધાતા આરોગ્ય વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૃ કરવામાં આવી છે. સેકટર-૨૪, ૨૬, ૨૮ અને આદિવાડા જેવા અસરગ્રસ્ત વિસ્તારોમાં સેકટર-૨૪ અને સેકટર-૨૯ના અર્બન હેલ્થ સેન્ટરની ટીમો દ્વારા સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું છે. કોર્પોરેશનના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, આજે વધુ ૧૦ નવા કેસ મળી આવ્યા છે, જ્યારે ૧૩ દર્દીઓને સાજા થતા રજા આપવામાં આવી છે. હાલમાં કુલ ૭૦ દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સર્વેલન્સની કામગીરી માટે ફિમેલ હેલ્થ વર્કર, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર અને આશાબહેનોની કુલ ૮૫ ટીમો કાર્યરત કરવામાં આવી છે. આજે ૮૫ ટીમો દ્વારા ૭૦૧૧ થી વધુ ઘરોનો સર્વે કરી ૨૯,૩૬૦ની વસ્તીને આવરી લેવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ ૮૨,૮૫૯ થી વધુ ઘરો અને ૩,૫૫,૫૩૨ની વસ્તીનું સર્વેલન્સ પૂર્ણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં ૮૪,૭૦૩ ક્લોરીન ટેબલેટ, ૫૮,૭૧૨ ઓઆરએસ પેકેટ અને ૫૦,૦૦૦ પત્રિકાઓનું વિતરણ કરી લોકોને જાગૃત કરવામાં આવ્યા છે. પાણીજન્ય રોગચાળાને રોકવા માટે તંત્ર દ્વારા પાણીના સુપર ક્લોરીનેશનની કામગીરી કરવામાં આવી રહી છે. આજે કરવામાં આવેલા ૫૮૫ ટેસ્ટ સહિત કુલ ૪૮૪૮ ક્લોરીન ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાંથી ૪૭૧૨ પોઝિટિવ આવ્યા છે,

