ઇસ્લામ ધર્મના ચોથા ઇમામ હઝરત ઈમામ જાફર સાદિક રદી. અલ્લાહો અનહોણી યાદમાં સમગ્ર દેશ વિદેશ સહિત મુસ્લિમ બિરાદરો દ્વારા મનાવવામાં આવતા કુંડાના તહેવારની ડભોઇ શહેર ખાતે મુસ્લિમ રજબ મહિના 15 થી 22 માં ચાંદ સુધી શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી.

ઇસ્લામ ધર્મમાં ચાર ઇમામો થઈ ગયા જેમાં હજરત મોહમ્મદ સાહેબના દોહિત્ર નવાસા હજરત ઇમામ હુસેન હઝરત જૈનુલ આબેદીન અને ચૌથા હજરત ઇમામ જાફર સાદીક ર. દી.ઓ જેવો ઇસ્લામી હિસ વર્ષના રજબ મુસ્લિમ મહિના ચાંદ 15 થી 22 ની તારીખે આફાની દુનિયાને અલવિદા કરી ગયા હતા જેથી આ દિવસ તારીખે તેઓની યાદ માં મનાવવામાં આવે છે આ તહેવારને કુંડાનો તહેવાર એટલા માટે કહેવામાં આવે છે કે આ દિવસે મુસ્લિમ બિરાદારો પોતાની યથાશક્તિ પ્રમાણે પોતાના ઘરે ખીર દુધ પાક અને પુરી બનાવી તેને માટીના કુંડામાં મૂકી તેઓને યાદ કરી સગાહ સંબંધીઓ મોહલ્લાના રહીશોને પોતાના ઘરે બોલાવી પીરસવામાં આવે છે. નાના બાળકોથી લઇ વ્યસ્ક લોકો પણ એકબીજાના ઘરે પ્રસાદીનો લાભ લેવા અવર જવર કરતા જોવા મળ્યા હતા આ તહેવાર ઉજવણીને પ્રણીલીકા લેતા ઉપર નીયાજ ઓર નમાજ નામની ફિલ્મ પણ બની ચૂકી છે જેમાં આ તહેવાર અંગે વધુ પ્રકાશ પાડવામાં આવેલો છે વહેલી સવારથી શરૂ થયેલા આ તહેવાર સાંજ સુધી આવરીત ચાલુ રહેલો ડભોઇ શહેર મુસ્લિમ વિસ્તારમાં જોવા મળ્યો હતો…
REPOTER : ફકીરા ખત્રી ડભોઈ

