RAJKOT : જેતપુરના ભોજાધાર વિસ્તારમાં જાહેર રોડ પર જુગાર રમતા પાંચ શખ્સો પકડાયા

0
36
meetarticle

રાજકોટ જીલ્લા પોલીસ વડા વિજય સિંહ ગુર્જર તથા જેતપુર ડિવીઝનના નાયબ પોલીસ અધિક્ષક રોહિતસિંહ ડોડીયા દ્રારા પ્રોહીબીશન તેમજ જુગારની પ્રવૃતી સદંતર નેસ્ત નાબુદ કરવા સુચના કરેલ.

જે અંગે પોલીસ ઇન્સ્પેક્ટર એ.ડી.પરમાર નાઓના સીધા માર્ગદર્શન હેઠળ જેતપુર સીટી સર્વેલન્સ ટીમ પેટ્રોલીંગમાં હતા તે દરમીયાન એ.એસ.આઇ. મિલનસિંહ ડોડીયા તથા પો. હેડ કોન્સ. સાગરભાઇ મકવાણા તથા પો.કોન્સ. ભગીરથસિંહ જાડેજા તથા અમીતભાઈ સિધ્ધપરા ને સંયુક્ત રાહે ખાનગી બાતમીદાર મારફતે હકીકત મળેલ કે, જેતપુર, ભોજાધાર, જયરાજ પ્રીન્ટ નામના કારખાનાની બાજુમાં આવેલ શેરીમાં જાહેર રોડ ઉપર અમુક ઇસમ પૈસા તથા ગંજીપતાના પાના વતી જુગાર રમતા હોય. જે હકીકત વાળી જગ્યાએ રેઇડ કરતા પાંચ ઇસમોને તીનપતીનો જુગાર રમતા આરોપીઓમાં (૧) સાગરભાઇ ચુનીલાલ ગોહેલ, (૨) અરમાન આસીફભાઇ અંસારી (૩) રમેશભાઇ મોહનભાઇ ઘરજીયા (૪) સંજય ઉર્ફે સન્કી હરસુખભાઇ પરેચા, (૫) સહેજાદ નબીર રસુલ અંસારી, (રહે. બધા જેતપુર, ભોજાધાર)ને રોકડા રૂપીયા ૧૧,૬૫૦ તથા ગંજી પતાના પાના નંગ-પ૨ કિ.રૂ. ૦૦.૦૦ સાથે મળી કુલ મુદામાલ કિ.રૂ. ૧૧,૬૫૦ ના સાથે પકડી પાડી જુગારધારાની કલમ ૧૨ મુજબ ગુનો દાખલ કર્યો હતો.

REPOTER : સુરેશ ભાલીયા જેતપુર,

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here