GUJARAT : અંકલેશ્વર GIDC પોલીસે સગીરાના અપહરણ અને પોક્સોના ગુનામાં ૨ વર્ષથી ફરાર બિહારના આરોપીને ઝડપી પાડ્યો

0
31
meetarticle

અંકલેશ્વર જી.આઇ.ડી.સી. પોલીસે સગીરાના અપહરણ અને પોક્સો એક્ટ જેવા ગંભીર ગુનામાં છેલ્લા બે વર્ષથી પોલીસને થાપ આપી નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે. બાતમીના આધારે પોલીસે બિહારના ભાગલપુર જિલ્લાના વતની શ્યામકુમાર મંડલની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


મળતી ​વિગત મુજબ, આરોપી શ્યામકુમાર ઝકાસી મંડલ (ઉ.વ. ૨૩, રહે. રજન્દીપુર, બિહાર) વિરુદ્ધ અંકલેશ્વર જી.આઇ.ડી.સી. પોલીસ સ્ટેશનમાં અપહરણ અને પોક્સો હેઠળ ગુનો નોંધાયો હતો. આ ગુનામાં આરોપી પોતાની ધરપકડ ટાળવા છેલ્લા બે વર્ષથી ફરાર હતો. પોલીસની ટીમ સતત આરોપીના લોકેશન પર નજર રાખી રહી હતી, તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે તેને કોર્ડન કરી દબોચી લીધો હતો. હાલ પોલીસ દ્વારા આરોપીનો કબજો મેળવી આ મામલે વધુ તપાસ અને કાયદાકીય પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here