GUJARAT : બ્રહ્મકુમારીઝ સંસ્થા અને મોડેલ સામસામે: યુવતીનો ‘અઘટિત’ કૃત્યનો ગંભીર આક્ષેપ, સંસ્થાએ કહ્યું- ‘VIP ટ્રીટમેન્ટ ન મળતા બદનામ કરવાનું કાવતરું’

0
52
meetarticle

વિશ્વવિખ્યાત આધ્યાત્મિક સંસ્થા બ્રહ્મકુમારીઝ હાલ વિવાદોના વમળમાં ફસાઈ છે. અંકલેશ્વરની એક એક્ટ્રેસ અને મોડેલે માઉન્ટ આબુના જ્ઞાન સરોવર સેન્ટરના સેવક અમિત પર પ્રસાદમાં નશીલું દ્રવ્ય ખવડાવી અઘટિત કૃત્ય કરવાનો અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેઈલ કરવાનો સનસનીખેજ આરોપ લગાવ્યો છે. યુવતીએ ઝાલોર (રાજસ્થાન) ખાતે પત્રકાર પરિષદ યોજી પોલીસ પર પણ ફરિયાદ ન નોંધવાનો આક્ષેપ કરી ન્યાયની માંગ કરી છે.


​સામે પક્ષે, બ્રહ્મકુમારીઝ સંસ્થાના ઝાડેશ્વર સેન્ટર ખાતે આબુ અને અંકલેશ્વરના સંચાલિકા દીદીઓએ વળતો પ્રહાર કરતા તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. સંસ્થાના જણાવ્યા અનુસાર, આ યુવતી અગાઉ પણ વિવાદિત રહી છે અને તેનું માનસિક સંતુલન બરાબર નથી. એક્ટ્રેસ હોવાનો રોફ જમાવી સંસ્થામાં VIP એન્ટ્રી અને ટ્રીટમેન્ટની માંગણી કરતી આ યુવતીને પ્રવેશબંધી ફરમાવવામાં આવતા તે કિન્નાખોરી રાખી સંસ્થાની છબી ખરડાવી રહી હોવાનું સંસ્થાએ જણાવ્યું છે. અંકલેશ્વર સેન્ટરના અનિલા દીદીએ ઉમેર્યું હતું કે, ૨૦૨૪માં પણ આ યુવતી વિરુદ્ધ હેરાનગતિની પોલીસ અરજી અપાઈ હતી. હાલ આ મામલે સંસ્થા દ્વારા યુવતી વિરુદ્ધ માઉન્ટ આબુમાં કાયદેસરની પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here