અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) ભાજપના વરિષ્ઠ નેતા અને સાંસદ રવિશંકર પ્રસાદના દિલ્હી સ્થિત નિવાસસ્થાને આગ લાગવાની ઘટના બની છે. આ દુર્ઘટના બુધવારે સવારે આશરે 8 વાગ્યાની આસપાસ બની હતી. આગ લાગ્યાની જાણ થતા જ ફાયરબ્રિગેડનાં 3 વાહનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. રવિશંકર પ્રસાદનું આ ઘર દિલ્હીના 21 મધર ટેરેસા ક્રેસન્ટ રોડ પર આવેલું છે.

પોલીસ અને ફાયર વિભાગ દ્વારા આગના કારણોની ઝીણવટભરી તપાસ
આગ ઘરના એક રૂમમાં રાખેલા બેડમાં લાગી હતી. બેડમાંથી અચાનક જ્વાળાઓ નીકળતી જોઈને તરત જ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયરબ્રિગેડની ત્રણ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ટૂંક સમયમાં જ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો.
રાહતની વાત એ છે કે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી કે કોઈ ઘાયલ થયું નથી. હાલમાં ફાયર વિભાગ અને પોલીસની ટીમ આગ લાગવાનું સચોટ કારણ જાણવા માટે ઝીણવટભરી તપાસ કરી રહી છે.

