RAJPIPLA : નર્મદાવાસીઓ લાખો રૂપિયા નુંઊંધિયું અને જલેબી ઝાપટી ગયા

0
24
meetarticle

નર્મદામા મકર સંક્રાંતિનું પર્વ અને વાસી ઉતરાણ બે દિવસ ભારે આનંદ અને ઉલ્લાસ ભેર ઉજવાઈ ગયું.. ત્ રાજપીપલા માંરાજપીપલા શહેરમાં ઊંધિયું અને જલેબી નું ધૂમ વેચાણ થયું હતું.નર્મદાવાસીઓ લાખો રૂપિયા નુંઊંધિયું અને જલેબી ઝાપટી ગયા હતાં.રાજપીપલા માંઊંધિયું અને જલેબીનાં ઠેર ઠેર માંડવા લાગ્યા છતા ખૂટી પડયું. હતું.ઊંધિયું ને પુરી,જલેબીની મિજબાની વિના ઉતરાણ પર્વ અધૂરું જ કહેવાય વહેલી સવારથી જ રાજપીપલા શહેર માં ઠેર ઠેર ઊંધિયું અને જલેબી નાં સ્ટોલ અને દુકાનો લાગી ગયા હતાં. જેને ખરીદવા દુકાનોમાં પડાપડી થતી હતી. રાજપીપલા માં છેલ્લા 40 વર્ષથી પુરોહિત ફરસાણ માર્ટ નું ફેમસ ઊંધિયું અને જલેબી ખાસ વખણાય છે.જયા ડ્રાય ફ્રૂટ વાળું ઊંધિયું અને દેશી ધીની, પનીરની, ઇમારતી જલેબીની વેરાયટી ખરીદવા પડપડી થઈ હતી.

ઉત્તરાયણ પર્વ નિમિતે ઊંધિયુંને પુરી,જલેબી ખાવાની પ્રથા લોકોમાં હજુ ચાલતી આવી હોય ઊંધિયું અને જલેબી લેવા દુકાનોમાં પડાપડી જોવા મળી હતી અને લોકોની ભીડ જામી હતી ત્યારે વેપારીઓ પણ મોટી માત્રમાં ઊંધિયું અને જલેબી બનાવવા મોડી રાત્રી થી લાગી ગયાહતાં. સવારે ઊંધિયું લેવા લાગતી લાંબી લાઈનો જોવા મળી હતી જોકે ગત વર્ષ કરતા શાકભાજી મોંઘા થતા ચાલુ વર્ષે ઊંધિયા ના ભાવ માં પણ વધારો જોવા મળ્યો છે પરંતુ નર્મદા વાસીઓ તો ભલે મોંઘુ પડે પણ ખાવાનું તો ખરુજ કહી આજે નર્મદા જિલ્લા માં હજારો કિલો ઊંધિયું અને જલેબી નું વેચાણ થયું હતું.

REPORTER : દીપક જગતાપ, રાજપીપલા

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here