BANASKANTHA : ધાનેરામાં કાળજું કંપાવતો ધડાકો, ખીચડી ઘરના રસોડામાં કુકર ફાટ્યું, CCTV વાયરલ

0
29
meetarticle

બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં એક હચમચાવતી ઘટના સામે આવી છે, જેમાં વૃદ્ધો અને નિરાધારો માટે ભોજન પૂરું પાડતા ‘ખીચડી ઘર’ના રસોડામાં અચાનક પ્રચંડ કુકર બ્લાસ્ટ થયો હતો. આ દુર્ઘટના ત્યારે ઘટી જ્યારે રસોડામાં કઠોળ બાફવા માટે મૂકવામાં આવ્યા હતા. બ્લાસ્ટ એટલો શક્તિશાળી હતો કે રસોડાના ઉપરના પતરા ઉડી ગયા હતા અને રાંધણ સાધનોને વ્યાપક નુકસાન પહોંચ્યું હતું. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં ધડાકાની તીવ્રતા જોઈ શકાય છે.

સદનસીબે, જ્યારે આ બ્લાસ્ટ થયો ત્યારે રસોડામાં સેવાભાવી લોકો કામ કરી રહ્યા હતા, પરંતુ પ્રભુની કૃપાથી કોઈ જાનહાનિ થઈ નથી અને તમામ લોકોનો આબાદ બચાવ થયો છે. ઉલ્લેખનીય છે કે, ધાનેરાનું આ ખીચડી ઘર અનેક નિરાધાર અને જરૂરિયાતમંદ લોકો માટે ભોજનનું આશ્રય કેન્દ્ર છે. આ અકસ્માતને પગલે રસોડામાં મોટું આર્થિક નુકસાન થયું છે, પરંતુ સમયસૂચકતા અને નસીબના જોરે મોટી હોનારત ટળી છે. હાલ આ બ્લાસ્ટના ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here