મહિલાઓ માટે મા બનવું એ જીવનનો સૌથી સુંદર અહેસાસ છે, પરંતુ આ પ્રક્રિયા દરમિયાન શરીરમાં થતા ફેરફારો ઘણીવાર માનસિક ચિંતાનું કારણ બને છે. ખાસ કરીને ડિલિવરી પછી મહિલાઓને સૌથી વધુ મૂંઝવતો પ્રશ્ન છે ‘સ્ટ્રેચ માર્ક્સ’. માત્ર મહિલાઓ જ નહીં, પણ વજન વધવાને કારણે અથવા જીમમાં વધુ પડતી કસરત કરવાને કારણે પુરુષોમાં પણ આ સમસ્યા જોવા મળે છે.

સ્ટ્રેચ માર્ક્સ શું છે અને તે કેમ થાય છે?
જ્યારે શરીરના અંગોમાં અચાનક ખેંચાણ આવે છે, ત્યારે ત્વચાની અંદરના પેશીઓ(Tissues) તૂટી જાય છે, જેના પરિણામે ત્વચાની સપાટી પર લાંબા ડાઘા દેખાવા લાગે છે. સમય જતાં તે આછા તો થાય છે પરંતુ સંપૂર્ણ ગાયબ થતા નથી. ગર્ભાવસ્થા, અચાનક વજન વધવું, હોર્મોનલ ફેરફારો અને કિશોરાવસ્થામાં ઝડપી શારીરિક વિકાસ તેના મુખ્ય કારણો છે.
સ્ટ્રેચ માર્ક્સ દૂર કરવાના અસરકારક ઘરેલુ ઉપાયો
જો તમે મોંઘી ટ્રીટમેન્ટ કરાવવા નથી માંગતા, તો રસોડામાં હાજર આ વસ્તુઓ જાદુઈ અસર કરી શકે છે:
– એલોવેરા જેલ: ત્વચાની કોઈપણ સમસ્યા માટે એલોવેરા રામબાણ ઈલાજ છે. સ્ટ્રેચ માર્ક્સ પર ફ્રેશ એલોવેરા જેલ લગાવવાથી ત્વચા નરમ બને છે અને નિશાનો આછા થાય છે.
– હળદર: હળદરમાં પાણી અથવા તેલ ઉમેરીને પેસ્ટ બનાવો. તેને દિવસમાં બે વાર લગાવવાથી ત્વચાના રંગમાં સુધારો થાય છે.
– બટાકાનો રસ: બટાકામાં રહેલા વિટામિન્સ અને મિનરલ્સ ડાઘ-ધબ્બા દૂર કરવામાં મદદ કરે છે. તેનો રસ કાઢીને અસરગ્રસ્ત ભાગ પર લગાવો.
– એરંડાનું તેલ(Castor Oil): એરંડાના તેલથી 10 મિનિટ માલિશ કર્યા બાદ ગરમ પાણીના કપડાથી શેક કરવાથી જલ્દી ફાયદો થાય છે.
– ખાંડનું સ્ક્રબ: એક ચમચી ખાંડમાં થોડું બદામનું તેલ અને લીંબુના ટીપાં ઉમેરી સ્ક્રબ બનાવો. ન્હાતા પહેલા 2-3 મિનિટ માલિશ કરવાથી એક મહિનામાં પરિણામ દેખાવા લાગશે.સ્ટ્રેચ માર્ક્સથી કેવી રીતે બચવું?
નિષ્ણાતોના મતે કેટલીક લાઈફસ્ટાઈલ ટિપ્સ અપનાવીને સ્ટ્રેચ માર્ક્સ આવતા અટકાવી શકાય છે જેમકે…
– ભરપૂર પાણી પીવો: શરીરને હાઇડ્રેટેડ રાખવાથી ત્વચાની લવચીકતા જળવાઈ રહે છે.
– પૌષ્ટિક આહાર: ડાયટમાં વિટામિન-સી, વિટામિન-ઈ અને ઝિંક ધરાવતા ખોરાક(જેમ કે બદામ, બીન્સ, લીલા શાકભાજી)નો સમાવેશ કરો.
– નિયમિત કસરત: કસરત કરવાથી સ્નાયુઓ મજબૂત થાય છે અને ત્વચા પર વધુ પડતુ ખેંચાણ આવતું નથી.
– મોઇશ્ચરાઇઝિંગ: ગર્ભાવસ્થા દરમિયાન ઓલિવ ઓઈલ અથવા કોકો બટરનો ઉપયોગ કરતા રહેવાથી સ્ટ્રેચ માર્ક્સ થવાની શક્યતા ઘટી જાય છે.
ડોક્ટરની સલાહ ક્યારે લેવી?
જો આ ઘરેલુ ઉપાયો છતાં સ્ટ્રેચ માર્ક્સ ખૂબ વધારે દેખાતા હોય અથવા ત્વચામાં ખંજવાળ કે બળતરા થતી હોય, તો ચોક્કસપણે ચામડીના નિષ્ણાત(Dermatologist)નો સંપર્ક કરવો જોઈએ.
