કપડવંજમાં આવેલા રત્નાકર માતા રોડ પરની શિલ્પા સોસાયટીમાં વારંવાર ચસ્કરો ત્રાટકવાની ઘટના બની રહી છે. ત્યારે ગુરૂવારની રાત્રે ફરી તસ્કરો ત્રાટકતા લોકો સ્થાનિક પોલીસ તંત્રની કામગીરી પર સવાલો ઉઠાવી રહ્યા છે.

કપડવંજમાં આવેલા રત્નાકર માતા રોડ પરની શિલ્પા સોસાયટી આવેલી છે. ત્યારે ગુરૂવારની રાત્રિના બે બંધ બંગલાના તાળાં તોડી ચોરીઓ થતાં સોસાયટી ના રહીશો ભય વ્યાપી ગયો છે. આ બંને બંગલા નં-૮ પ્રકાશભાઈ મણીભાઈ પારેખને ત્યાં બીજી વખત બંગલા નં -૯માં હિતેન્દ્રભાઈ રામભાઈ પટેલને ત્યાં ત્રીજી વખત બંધ મકાનોમાં ચોરીઓ થઈ સદનસીબે ચોરીને કોઇ મોટી ચોરી થઇ નહોતી. આ મામલે કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે. અગાઉ થયેલી ચોરીનો ભેદ વણ ઉકેલ્યો રહ્યો હોવાનું સ્થાનિકો દ્વારા જણાવ્યું હતું. જેથી સોસાયટીના રહિશો દ્વારા વિસ્તારમાં રાત્રિ પેટ્રોલિંગ વધારવા માટે માંગ ઉઠવા પામી રહી છે.

