SURENDRANAGAR : લીંબડી નજીક આઇશરમાંથી રૂ. 27 લાખનો દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો

0
21
meetarticle

 સુરેન્દ્રનગર એલસીબી ટીમને લીંબડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે બંધ બોડીના આઈશરમાં ચોરખાનું બનાવી દારૂનો જથ્થો ભરીને અમદાવાદથી રાજકોટ તરફ જનાર છે.  એલસીબીએ બાતમીના આધારે હાઇવે પર પરશુરામ ધામ નજીક વોચ ગોઠવીને બાતમીવાળા આઈશરને ઉભુ રખાવી ચાલક બાબુલાલ ઠાકરારામ ધુંધવાલ જાટ (રહે. પુનિયોકી બસ્તી, બાડમેર, રાજસ્થાન)ને સાથે રાખી આઇશરના પાછના ભાગે તપાસ હાથ ધરતા ચોરખાનામાંથી વિદેશી દારૂ-બિયરનો જથ્થો મળી આવ્યો હતો. 

પોલીસે ચોરખાનામાંથી દારૂની ૧૭૪૦ બોટલ (કિં.રૂ. ૨૩,૫૮,૦૦૦), બિયરના ૧,૭૭૬ ટીન (કિં.રૂ.૩,૯૦,૭૨૦), એક આઈશર (કિં.રૂ.૧૦,૦૦,૦૦૦) તથાં એક-મોબાઈલ (કિં.રૂ. ૫,૦૦૦) મળીને કુલ રૂ.૩૭,૫૩,૭૨૦નો મુદામાલ કબજે કર્યો હતો. દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યો અને ક્યાં લઈ જવાનો હતો તે અંગેની પુછપરછ કરતાં ચાલક બાબુલાલ જાટએ જણાવ્યું હતું કે ખેતસિંધ રાજપુરોહીત (રહે. જેસલમેર, રાજસ્થાન)નો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે એક આઈશરમાં ચોરખાનું બનાવી વિદેશી દારૂનો જથ્થો છુપાવીને લઈ જવાનું છે. ડ્રાઈવીંગના રૂ.૨૫,૦૦૦ મળશે. 

ખેતસિંધે ચાલક બાબુલાને મધ્ય પ્રદેશના ગુના ખાતે દિલ્હી-મુંબઈ હાઈવે પર આવેલા હિમાચલ જમ્મુ ઢાબા પરથી આઈશર લઈને ધુલિયા જઈ ફોન કરવાનું કહ્યું હતું. બાબુલાલ ધુલિયા પહોંચી ખેતસિંધને ફોન કર્યો ત્યારે સુરત જવાનું કહીને ફોન કરવાનું જણાવ્યું હતું. સુરત પહોંચીને ફોન કર્યો તો ખેતસિંધએ અમદાવાદ થઈને સુરેન્દ્રનગર નેશનલ હાઈવે પર અવધ હોટલ પર રોકાવાનું કહીને ફોનની રાહ જોવાનું જણાવ્યું હતું. 

પોલીસે ચાલક બાબુલાલ ધુંધવાલ, દારૂનો જથ્થો મોકલનાર ખેતસિંધ રાજપુરોહીત, આઈશરનો સાચો માલિક અને દારૂનો જથ્થો મંગાવનાર અજાણ્યો શખ્સ સહિત તપાસમાં ખુલ્લે તે તમામ શખ્સો વિરૂદ્ધ લીબડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોધીંને વધુ તપાસ હાથ ધરી હતી.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here