યાત્રાધામ અંબાજી ખાતે એક માઈભક્ત દ્વારા અંબાજી માતાજીના ચરણોમાં ૧૦૦ ગ્રામ ની પાંચ સોનાની લગડી જેની કિંમત અંદાજે ૭૨ લાખ રૂપિયા થાય છે એવું ૫૦૦ ગ્રામ સોનું અર્પણ કરવામાં આવ્યું હતું અમદાવાદના વતની આ શ્રદ્ધાળુએ પોતાની ઓળખ ગુપ્ત રાખી છે અને ભેટ માતાજીને સમર્પિત કરી છે.

અંબાજી મંદિરના ટેમ્પલ ઇન્સ્પેક્ટર કાર્યાલય ખાતે આ સોનાનું દાન સ્વીકારવામાં આવ્યું હતું. મંદિરમાં દર્શનાર્થે આવેલા આ માઈભક્તે પવિત્ર મંત્રોચ્ચાર અને વિધિ-વિધાન સાથે આ સુવર્ણ લગડીઓ ટ્રસ્ટને સુપરત કરી હતી. અંબાજી મંદિરના શિખરને સુવર્ણમય બનાવવાની કામગીરી ચાલી રહી છે ત્યારે દેશ-વિદેશના ભક્તો પોતાની શ્રદ્ધા મુજબ સોનાનું દાન કરી રહ્યા છે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા આ ભક્તનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. માતાજી પ્રત્યેની અતૂટ શ્રદ્ધાને કારણે જ ભક્તો આ પ્રકારે ખુલ્લા હાથે દાન કરી રહ્યા છે. દાનમાં મળેલા આ સોનાનો ઉપયોગ માતાજીના નીજ મંદિર અને શિખરના સુવર્ણ કાર્યમાં તેમજ અન્ય ધાર્મિક પ્રકલ્પોમાં કરવામાં આવશે.
REPOTER : અરવિંદ અગ્રવાલ,અંબાજી

