બાજવા ગરનાળા પાસે પણ ઉત્તરાયણને દિવસે હિટ એન્ડ રનનો બનાવ બનતાં પોલીસે ફરાર કારચાલકની શોધખોળ હાથ ધરી છે.

અંકોડિયાના કૃષ્ણનગરમાં રહેતો અલ્પેશ વસાવા તેના મિત્ર તુષાર સાથે તા.૧૪મીએ છાણીમાં રહેતા તુષારના ફોઇને ત્યાં ઉત્તરાયણ મનાવવા ગયો હતો.
મોડી સાંજે બંને મિત્રો સ્કૂટર પર પરત ફરતા હતા ત્યારે બાજવા ગરનાળા પાસે એક કારચાલકે સ્કૂટરને અડફેટમાં લેતાં બંને મિત્રો ફંગોળાયા હતા.જેથી અલ્પેશને માથામાં અને તુષારને પણ ઇજાઓ થઇ હતી.જવાહરનગર પોલીસે આ અંગે ગુનો નોંધી કારચાલકની શોધખોળ હાથ ધરી છે.

