SPORTS : ટીમ ઈન્ડિયાનું અપમાન? અંડર-19 વર્લ્ડ કપમાં ‘નો હેન્ડશેક’ વિવાદ પર બાંગ્લાદેશ બોર્ડ ભરાયું

0
19
meetarticle

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ક્રિકેટના મેદાન પર તણાવ અને વિવાદો કોઈ નવી વાત નથી, અને આ સિલસિલો હવે અંડર-19 વર્લ્ડ કપ 2026 સુધી પહોંચી ગયો છે. 17 જાન્યુઆરીએ ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની મેચ દરમિયાન ‘નો હેન્ડશેક’ વિવાદે મોટું સ્વરૂપ ધારણ કરી લીધું છે, જેના પર હવે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) એ સત્તાવાર નિવેદન જારી કરીને સ્પષ્ટતા કરવી પડી છે.

BCBની સ્પષ્ટતા અને બચાવ

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે એક નિવેદન જારી કરીને જણાવ્યું કે ભારતીય કેપ્ટન સાથે હાથ ન મિલાવવાની ઘટના સંપૂર્ણપણે અજાણતા થઈ હતી. BCBએ સ્પષ્ટતા કરી કે બાંગ્લાદેશ અંડર-19 ટીમના નિયમિત કેપ્ટન અઝીઝુલ હકીમ બીમારીના કારણે ટોસ સમયે મેદાનમાં હાજર રહી શક્યા ન હતા. તેમની જગ્યાએ, વાઇસ-કેપ્ટન જવાદ અબરારે ટોસની જવાબદારી સંભાળી હતી. બોર્ડે ભારપૂર્વક જણાવ્યું કે ભારતીય ટીમ પ્રત્યે અનાદર દર્શાવવાનો તેમનો કોઈ ઈરાદો ન હતો.

રમતગમતની ભાવના જાળવવાનો દાવો

BCBએ વધુમાં જણાવ્યું કે તેઓ આ મામલાને ગંભીરતાથી લઈ રહ્યા છે. બોર્ડે કહ્યું, “રમતગમતની ભાવના જાળવી રાખવી અને વિરોધી ટીમ તથા ખેલાડીઓ પ્રત્યે સન્માન રાખવું એ બાંગ્લાદેશ ક્રિકેટના મૂળભૂત સિદ્ધાંતો છે.” બોર્ડે પોતાના ખેલાડીઓને રમતગમતની ભાવના જાળવી રાખવાની તેમની જવાબદારીને સમજવા માટે પણ યાદ અપાવ્યું છે.

મેદાન પર શું થયું હતું?

17 જાન્યુઆરીએ અંડર-19 વર્લ્ડ કપમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની મેચ પહેલા હળવા વરસાદને કારણે ટોસમાં વિલંબ થયો હતો. જ્યારે બંને ટીમોના કેપ્ટન ટોસ માટે મેદાન પર આવ્યા, ત્યારે બંનેમાંથી કોઈએ એકબીજા સાથે હાથ મિલાવ્યા ન હતા. બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો, અને તે પછી પણ બંને કેપ્ટનોએ હેન્ડશેક કર્યા વિના સીધા જ પોતપોતાના ડ્રેસિંગ રૂમ તરફ ચાલતી પકડી હતી. આ સમગ્ર ઘટના પર સોશિયલ મીડિયા અને ક્રિકેટ જગતમાં ભારે હોબાળો મચ્યો હતો.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here