ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની વનડે સીરિઝમાં અત્યાર સુધીમાં બે મેચ રમાઈ છે, જેમાં બંને ટીમોએ એક-એક મેચ જીતી છે. પરિણામે, ઇન્દોરના હોલકર સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી ત્રીજી મેચ બંને ટીમો માટે મહત્વપૂર્ણ છે. ભારતીય કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. ટીમ ઈન્ડિયાના પ્લેઈંગ ઈલેવનમાં પણ એક ફેરફાર કરવામાં આવ્યો છે, જેમાં અર્શદીપ સિંહની વાપસી થઈ છે.

ટોપ ઓર્ડરમાં કોઈ ફેરફાર નહીં
જો ટીમ ઈન્ડિયા આ સીરિઝ જીતવા માંગે છે, તો ટીમ મેનેજમેન્ટ ત્રીજી વનડે માટે પ્લેઈંગ ઈલેવનમાં કેટલાક મોટા ફેરફારો કરી શકે છે. ભારતીય ટીમના ટોપ ઓર્ડરમાં ફેરફારની શક્યતા નથી. હિટમેન રોહિત શર્મા કેપ્ટન ગિલ સાથે ઇનિંગની શરૂઆત કરી શકે છે. ફોર્મમાં ચાલી રહેલા વિરાટ કોહલીને નંબર 3 પર અને શ્રેયસ ઐયરને નંબર 4 પર તક આપવામાં આવી શકે છે. છેલ્લી મેચમાં નંબર 5 પર સદી ફટકારનાર કેએલ રાહુલ આ મેચમાં પણ નંબર 5 પર રમશે તેવી શક્યતા છે.
રોહિત શર્મા પાસે વર્લ્ડ રેકોર્ડ તોડવાની તક
આજે રોહિત શર્મા જો બેટિંગ દરમિયાન પોતાની ઇનિંગમાં બે છગ્ગા મારશે, તો તે ઇતિહાસ બનાવી દેશે. બે છગ્ગા મારીને રોહિત શર્મા ન્યુઝીલેન્ડ સામે વનડેમાં સૌથી વધારે છગ્ગા મારનાર ખેલાડી બની જશે. હાલમાં આ રકોડ પૂર્વ પાકિસ્તાની ખેલાડી શાહિદ આફ્રિદીના નામે છે, તેમણે ન્યુઝીલેન્ડ સામે વનડેમાં 50 છગ્ગા ફટકાર્યા છે, જ્યારે રોહિત શર્માના નામે હાલમાં 49 છગ્ગા નોંધાયેલા છે.
શુભમન ગિલ પણ બનાવી શકે છે રેકોર્ડ
રોહિત શર્મા અને વિરાટ કોહલી સિવાય આજની મેચમાં શુભમન ગિલ પાસે પણ જબરદસ્ત રેકોર્ડ બનાવવાની તક હશે. ત્રીજી વનડેમાં શુભમન ગિલ જો 70 રન કરી નાખે છે તો વનડેમાં ભારત માટે સૌથી ઝડપી 3000 રન બનાવવાનો રેકોર્ડ પોતાના નામે કરી દેશે. ગિલે અત્યાર સુધીમાં 60 ઇનિંગમાં 2930 રન કર્યા છે. વનડેમાં સૌથી ઝડપી 3000 રન કરવાનો ભારતીય રેકોર્ડ શિખર ધવનના નામે છે. ધવને 72 ઇનિંગમાં 3000 રન કર્યા હતા.
શ્રેયસ ઐય્યર પણ રેકોર્ડ બનાવવાની નજીક
આજની મેચમાં શ્રેયસ ઐય્યર પાસે પણ ઇતિહાસ રચવાની તક હશે. 27 રન કરતાની સાથે જ વનડેમાં ઐય્યર પોતાના 3000 રનનો આંકડો પૂરો કરી લેશે. શ્રેયસ ઐય્યરે અત્યાર સુધીમાં 75 વનડે મેચોમાં 69 ઇનિંગમાં 47.20ની સરેરાશથી કુલ 2974 રન કર્યા છે, એટલે 27 રન કરીને ઐય્યર પણ સૌથી ઝડપી 3000 રન કરવાનો ભારતીય રેકોર્ડ પોતાના નામે કરી લેશે.

