ચહેરો સુંદર હોવા છતાં પીળા દાંતના કારણે તમે ભીડમાં શરમ અનુભવ છો. મિત્રો અને પરિવારના લોકો સાથે તમે વાત કરવાનું ટાળો છો. પીળા દાંત તમારા સંબંધોમાં સમસ્યાનું કારણ બને છે. તમારી આસપાસ પણ એવા ઘણા લોકો જોશો જેમનો દેખાવ આકર્ષક હશે પરંતુ હસતાની સાથે જ તેમના ગંદા દાંત તેમના આખા વ્યક્તિત્વને બગાડે છે. આવા લોકો ખુલીને હસી શકતા નથી. ડેન્ટીસ્ટ પાસે ગયા વગર પીળા દાંતની સમસ્યા દૂર થઈ શકે છે. મોતી જેવા સફેદ દાંત કરવા માટે આ આર્યુવેદિક પદ્ધતિનો ઉપયોગ કરો.

પીળા દાંત મોતીની જેમ ચમકશે
નિષ્ણાતોના મતે દરેક વ્યક્તિ ઇચ્છે છે કે તેમના દાંત મોતી જેવા સફેદ દેખાય. પીળા દાંતની સમસ્યા દૂર કરવા માટે ઘરેલુ ઉપાય પણ વધુ અસરકારક છે. તમે તમારા દાંતને સફેદ કરવા માટે બેકિંગ સોડાનો ઉપયોગ કરી શકો છો. બેકિંગ સોડામાં કુદરતી દાંત સફેદ કરવાના ગુણ હોય છે. તે હઠીલા ડાઘ દૂર કરવા માટે ઘર્ષક તરીકે કામ કરે છે. બેકિંગ સોડામાં એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મો હોય છે જે બેક્ટેરિયાને મારી નાખે છે. તેનો ઉપયોગ મોંના બેક્ટેરિયાને નિયંત્રિત કરવામાં અને શ્વાસની દુર્ગંધ દૂર કરવામાં મદદ કરે છે.
દાંત પીળા પડવાના કારણો
વધુ પડતી કોફી, ચા, આલ્કોહોલ અને ધૂમ્રપાનની આદતના કારણે દાંત પીળા પડી શકે છે. કયારેક વૃદ્ધત્વના કારણે પણ દાંત પીળા થઈ શકે છે. કેટલાક લોકો વધુ પડતી ચોકલેટ અને મીઠાઈ ખાધા બાદ યોગ્ય રીતે દાંત સ્વચ્છ કરતા નથી. દાંતની સ્વચ્છતાં બેદરકારીના કારણે તેના પર પીળાશ થવા લાગે છે. હંમેશા પીળા દાંતની તબીબી સારવાર શક્ય નથી. આવી સ્થિતિમાં, તમે આ ઘરેલું ઉપાયો અજમાવી દાંત સ્વચ્છ રાખી શકો છો. આ કુદરતી રીતે દાંત સાફ કરવાથી કોઈ આડઅસર થશે નહીં.
