GANDHINAGAR : સરગાસણ અને કુડાસણના સ્ટોરમાં કામ કરતી તરૃણીઓને મુક્ત કરાઇ

0
22
meetarticle

બાળમજૂરી નાબૂદી કાયદાના કડક અમલીકરણ માટે જિલ્લા બાળમજૂરી નાબૂદી ટાસ્કફોર્સ કમિટીએ તાજેતરમાં મોટી કાર્યવાહી કરી છે.  બાતમીના આધારે ગાંધીનગર શહેરના કુડાસણ અને સરગાસણ વિસ્તારમાં તપાસ કરવામાં આવી હતી.જેમાં બે નાની તરૃણીઓને બાળમજૂરીમાંથી મુક્ત કરાવવામાં આવી છે.

આ તપાસ દરમિયાન સરગાસણ ખાતે આવેલા ‘હેપેન્ટન્સ ફૂટવેર સ્ટોર’માંથી ૧૭ વર્ષીય તરૃણી અને કુડાસણ ખાતેના ‘કબીર બ્યુટી વર્લ્ડ’માંથી ૧૫ વર્ષીય તરૃણી કામ કરતી જણાઈ હતી.બંને તરુણીઓ ઉત્તર પ્રદેશની વતની હતી. ટાસ્કફોર્સના સભ્યોએ તાત્કાલિક કાર્યવાહી કરીને આ બાળકીઓને બાળમજૂરીમાંથી મુક્ત કરી અને જિલ્લા બાળ સંરક્ષણ ગૃહમાં સુરક્ષિત રીતે મોકલી આપી હતી.આ સાથે જ સંબંધિત સંસ્થાઓને કાયદેસરની નોટિસ પણ જારી કરવામાં આવી છે.મુક્તિ પછી બંને તરુણીઓ સાથે વાતચીત કરવામાં આવી, જેમાં તેમના માતા-પિતાને પણ બોલાવવામાં આવ્યા હતા. માતા-પિતાએ બાળકીઓનો અભ્યાસ પૂર્ણ થાય ત્યાં સુધી તેમને કોઈ પણ પ્રકારના કામ પર ન મૂકવાની લેખિત બાહેધરી પણ આપી હતી.જિલ્લા કલેક્ટર મેહુલ દવેએ કહ્યું કે, બાળમજૂરી નાબૂદી કાયદાનું પાલન એક જવાબદાર નાગરિક તરીકે આપણા સૌની સહિયારી જવાબદારી છે. આપણી આસપાસ આવી ગુનાહીત પ્રવૃત્તિઓ જોવા મળે તો મૌન રહેવાને બદલે જાગૃત નાગરિક તરીકે જિલ્લા વહીવટી તંત્રનું ધ્યાન દોરો.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here