BOLLYWOOD : દિશા પટાણી અને પંજાબી સિંગર તલવિન્દર ડેટ કરી રહ્યાં હોવાની ચર્ચા

0
11
meetarticle

 દિશા પટાણી હવે પંજાબી  સિંગર તલવિંદર સાથે ડેટિંગ કરી રહી હોવાની ચર્ચા છે. તાજેતરમાં ક્રિતી સેનનની બહેન નુપૂરનાં લગ્ન ઉદયપુરમાં યોજાયાં હતાં. તે દરમિયાન દિશા અને તલવિંદર હાથમાં હાથ પરોવીને સાથે ફરતાં દેખાયાં હતાં. બંને વચ્ચેની નિકટતા જોતાં તેઓ ડેટિંગ કરી રહ્યાં હોવાનું અનુમાન ચાહકો વ્યક્ત કરી રહ્યા છે. તલવિંદર હંમેશાં ફેસ પેઈન્ટ સાથે જ દેખા દેવા માટે જાણીતો છે. તેનો પેઈન્ટ વિનાનો નોર્મલ ફેસ ભાગ્યે જ કોઈએ જોયો છે. તેનાં અનેક આલ્બમ રીલિઝ થઈ ચૂક્યાં છે અને નવી પેઢીના પંજાબી ગાયકોમાં તે ઝડપથી લોકપ્રિય બન્યો છે. ઉલ્લેખનીય છે કે દિશા પટાણી અને ટાઈગર શ્રોફ વચ્ચે વર્ષો સુધી ડેટિંગ ચાલ્યું હતું.

 જોકે, દિશા લગ્ન માટે ઉતાવળ કરતી હતી અને ટાઈગર તે માટે તૈયાર ન હતો તેથી બંને વચ્ચે બ્રેક અપ થઈ ગયું હતું. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here