અલ્લુ અર્જુનની ‘પુષ્પા ટુ’ જાપાનમાં રીલિઝ થઈ રહી છે તેવા સમયે ‘પુષ્પા થ્રી’નાં ભાવિ અંગે ચર્ચા શરુ થઈ ગઈ છે. સાઉથનાં વર્તુળોમાં ચર્ચા અનુસાર આ ફિલ્મ પડતી નથી મૂકાઈ પરંતુ તેનાં પ્રોડક્શનમાં ધાર્યા કરતાં વધારે સમય લાગશે એ નક્કી છે.

અલ્લુ અર્જુન હાલ એટલીની એક સાઈ ફાઈ ફિલ્મ પર કામ કરી રહ્યો છે.
તાજેતરમાં જ તેણે લોકેશ કનગરાજ સાથે કોલબરેશનની જાહેરાત કરી છે. અલ્લુુના આ બંને પ્રોજેક્ટ ઓછામાં ઓછાં બે વર્ષ સુધી ચાલી શકે છે. આથી, તે આ બંને પ્રોજેક્ટ પછી જ ‘પુષ્પા થ્રી’ માટે સમય ફાળવે તેવી શક્યતા છે. બીજી તરફ પુષ્પાના ડિરેક્ટર સુકુમારે રામચરણ સાથેની એક ફિલ્મ સ્વીકારી છે એટલે તે એ ફિલ્મમાં વ્યસ્ત થઈ ગયો છે. જોકે, ‘પુષ્પા’ની ક્રિએટિવ ટીમ ટૂંક સમયમાં જ એકત્ર થવાની છે અને સ્ક્રિપ્ટ પર કામ શરુ કરી દેવાની છે. આથી, ફિલ્મનો પ્રોજેક્ટ પડતો મૂકાયો નથી એ તો નક્કી જ છે.

