SURENDRANAGAR : ધ્રાંગધ્રા પાલિકાએ 15 વેપારી પાસેથી 3 હજારનો દંડ વસૂલાયો

0
15
meetarticle

ધ્રાંગધ્રા  ચરમાળીયા ગ્રાઉન્ડમાં કચરો ફેંકી ગંદકી ફેલાવતા શાકભાજીના ૧૫ વેપારી પાસેથી પાલિકાએ ત્રણ હજારનો દંડ વસૂલાયો છે. અગાઉ સૂચના આપવા છતાં વેપારીઓમાં સુધારો ન થતાં અંતે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે.

ધ્રાંગધ્રા શહેરના ચરમાળીયા ગ્રાઉન્ડ ખાતે વહેલી સવારે યોજાતી શાકભાજીની હોલસેલ હરરાજી દરમિયાન કેટલાક વેપારીઓ દ્વારા બગડી ગયેલું શાકભાજી તથા કચરો જાહેરમાં ફેંકવામાં આવતો હોવાની ફરિયાદો લાંબા સમયથી મળી રહી હતી. આ કારણે સમગ્ર વિસ્તારમાં ગંદકી ફેલાઈ રહી હતી. નગરપાલિકા દ્વારા અગાઉ અનેક વખત મૌખિક સૂચનાઓ આપવામાં આવી છતાં વેપારીઓમાં સુધારો ન થતાં અંતે દંડાત્મક કાર્યવાહી હાથ ધરાઈ હતી. ચીફ ઓફિસરની સૂચનાથી નગરપાલિકા સ્ટાફે વહેલી સવારે તપાસ કરી જાહેરમાં કચરો ફેંકતા ૧૫ શાકભાજીના વેપારીઓ પાસેથી કુલ રૂ.૩,૦૦૦નો દંડ વસૂલ કર્યો હતો. સાથે ભવિષ્યમાં ગંદકી ન કરવા કડક ચેતવણી આપવામાં આવી. નગરપાલિકાએ સ્પષ્ટ કર્યું કે આવી કાર્યવાહી આગળ પણ ચાલુ રહેશે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here