SURENDRANAGAR : થાનગઢના ખાખરાથળમાંથી દેશી દારૃની ભઠ્ઠી ઝડપાઇ

0
19
meetarticle

થાનના ખાખરાથળની સીમમાં દેશી દારૃની ભઠ્ઠી પર પોલીસે દરોડો પાડી રૃ.૧.૬૮ લાખનો મુદ્દામાલ જપ્ત કરી બે શખ્સો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

ખાખરાથળ ગામની સીમમાં ફોરેસ્ટ વિસ્તાર પાસે આવેલી ગોવિંદભાઈ સગરામભાઈ સરડિયાની વાડીમાં દેશી દારૃ બનાવવાની ભઠ્ઠી ધમધમી રહી હોવાની બાતમીના આધારે થાનગઢ પોલીસે દરોડો પાડયો હતો. આ કાર્યવાહી દરમિયાન પોલીસે સ્થળ પરથી દેશી દારૃ બનાવવાનો કાચો આથો અને તૈયાર દારૃ સહિત કુલ ૫,૯૧૫ લીટર જથ્થો (૧,૬૮,૦૦૦) ઝડપી પાડયો હતો, પોલીસે દારૃનો જથ્થાનો નાશ કરી વાડી માલિક ગોવિંદભાઈ ઉર્ફે ગુંદિ સગરામભાઈ સરડિયા અને મુનાભાઈ જેશાભાઈ દેકાવાડિયા સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here