વડોદરા શહેરમાં તંત્ર દ્વારા ચારે બાજુએ રોડ રસ્તા ખોદી નંખાયા છે. ખોદેલા આ રોડ રસ્તાની કામગીરી તાત્કાલિક ધોરણે પૂરી કરવાનું તંત્ર દ્વારા આયોજન કરાતું નથી છતાં પણ પશ્ચિમ વિસ્તારમાં ઉપયોગમાં લેવાતો તૂટેલો રોડ રસ્તો ફતેગંજ પેટ્રોલ પંપથી બુલ્સ સર્કલ સુધીનો નવો બનાવશે. જેથી કોન્ટ્રાક્ટર દ્વારા જરૂરી મશીનરીઝ મજૂરો, કારીગરોની અવરજવર માટે નક્કી કરાયા મુજબ આજથી તા. 23, જાન્યુઆરીથી તમામ પ્રકારના વાહન વ્યવહાર અને અવરજવર માટે એક બાજુનો રસ્તો તબક્કાવાર બંધ કરાશે જેના વિકલ્પે જરૂરિયાત મુજબ ડાયવર્ઝનના કેરેજ વેનો ઉપયોગ કરવાનો રહેશે.

ઉલ્લેખનીય છે કે ફતેગંજ પેટ્રોલ પંપથી બુલ્સ સર્કલ સુધીનો રસ્તો નવો બનાવવાની કામગીરી શરૂ કરવાની છે. આ રસ્તા પર વરસાદી ગટરની તેમજ રોડની કામગીરી માટે કોન્ટ્રાક્ટર દ્વારા વાપરવામાં આવનારી મશીનરી તથા મજૂરો, કારીગરોની હેરફેર તથા કામગીરીની સરાવતા તેમજ જરૂરિયાત મુજબ ફતેગંજ પેટ્રોલ પંપથી બુલ્સ સર્કલ સુધીના રસ્તા પર જમણી બાજુનો કેરેજ વે આજથી, તા.23 જાન્યુઆરીથી કામ પૂરું થતાં સુધી તમામ પ્રકારના વાહન વ્યવહાર તથા અવરજવર માટે રસ્તા તબક્કા બંધ કરાશે. જેના વિકલ્પો એ ગામની સ્થળ સુધી તથા જરૂરિયાત મુજબ ડાબી-જમણી બાજુના ઉપયોગ કરી શકાશે. આ કામગીરી વધુ ઊંડાઈની હોવાથી રાહદારીઓએ બંધ રસ્તાના પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશ નહીં કરવા પણ તંત્ર દ્વારા જણાવાયું છે.

