SURAT : સુરતમાં સરસ્વતી પૂજાના પવિત્ર કાર્યક્રમમાં “ડાન્સરોએ” સ્ટેજ પર ઠુમકા લગાવ્યા, લોકોએ નોટો ઉડાડી ડાન્સરોને કરી ખુશ

0
13
meetarticle

સુરતમાં સરસ્વતી પૂજાના નામે સ્ટેજ પર ડાન્સરોએ ઠુમકા લગાવ્યા હતા અને આનંદ પાર્ક સમાજ મિત્ર મંડળ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતુ, સાંસ્કૃતિક કાર્યક્રમના નામે સ્ટેજ પર લાગ્યા ઠુમકા, તો સ્થાનિકોમાં પણ આ વાતને લઈ ગુસ્સો જોવા મળ્યો હતો.સુરતમાં સાર્વજનિક સરસ્વતી પૂજાના નામે યોજાયેલા કાર્યક્રમમાં ઠુમકા લગાવતો વીડિયો સો. મીડિયામાં વાયરલ થયો હતો અને આનંદ પાર્ક સમાજ તેમજ મિત્ર મંડળ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં સ્થાનિક કોર્પોરેટર પણ હાજરી આપી હતી. અને સરસ્વતી પૂજામાં આ પ્રકારે ડાન્સરોને બોલાવી સ્ટેજ પર ઠુમકા લગાવવા કેટલું યોગ્ય…?

સુરતના વેડ રોડ વિસ્તારમાં આવેલી આનંદ પાર્ક સોસાયટીમાં વસંતપંચમીના દિવસે સરસ્વતી પૂજાનું આયોજન કરાયું હતુ અને આ પૂજામાં સ્ટેજ પર ડાન્સરો ડાન્સ કરતી હોવાનો વીડિયો વાયરલ થયો છે, અને સ્થાનિકોમાં પણ રોષ જોવા મળ્યો છે, આ મામલે કોઈ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી નથી પરંતુ સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બન્યો છે કે, આયોજકોએ પૂજા રાખી હતી કે ડાન્સ ! મહિલાઓએ જાહેરમાં ડાન્સ કરતા કેટલાક લોકો ક્ષોભજનક સ્થિતિમાં મૂકાયા હતા.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here