આજની ઝડપી જીવનશૈલીમાં લોકો સ્વાસ્થ્ય મામલે થોડા બેદરકાર થયા છે. મોબાઇલ ફોન અને લેપટોપ જીવનનો એક અભિન્ન ભાગ બની ગયા છે. બાળકો હોય કે પછી વ્યસ્ક લોકોનો સ્ક્રીન ટાઈમ વધ્યો છે. સ્ક્રીન સામે કલાકો સુધી જોતા રહેવાથી આંખના સ્વાસ્થ્ય પર અસર થાય છે. આંખો નીચે ઉંમર પહેલા જ ડાર્ક સર્કલ થવા લાગે છે. ચહેરાની સુંદરતા બગાડનાર ડાર્ક સર્કલથી છુટકારો મેળવવા બ્યુટી ટ્રીટમેન્ટ નહીં ઘરેલુ ઉપાય અજમાવો.

આંખો નીચેના ડાર્ક સર્કલ દૂર થશે
સ્ક્રીન ટાઈમ વધવાના કારણે બાળકોમાં પણ અત્યારે નાની ઉંમરે ચશ્મ આવવા લાગ્યા છે. ઊંઘની અછત અને વધતા તણાવને કારણે, આંખો નીચે ડાર્ક સર્કલ થવા લાગ્યા છે. સામાન્ય લાગતી આ સમસ્યા ચહેરાની સુંદરતા ઘટાડે છે. ડાર્ક સર્કલ ફક્ત તમારા ચહેરાની કુદરતી ચમક જ છીનવી લેતા નથી, પરંતુ તમને અકાળે વૃદ્ધ અને થાકેલા પણ બનાવે છે. આ ઘરેલું ઉપાયથી તમે ડાર્ક સર્કલથી કાયમ માટે છુટકારો મેળવી શકો છો અને ચહેરો પણ ચમકદાર બનશે. ડાર્ક સર્કલ દૂર કરવા માટે આ માસ્ક જરૂર ઔષધિનું કામ કરશે.
ડાર્કસર્કલ દૂર કરવાના બેસ્ટ ઘરેલુ ઉપાય
કાકડી અને ગુલાબજળ હાઇડ્રેટિંગ માસ્ક ડાર્ક સર્કલ માટે શ્રેષ્ઠ ઘરેલુ ઉપચાર છે. : કાકડીનો રસ કાઢી તેમાં ગુલાબજળ ઉમેરો. આ મિશ્રણમાં બે કોટન પેડ બોળીને તમારી આંખો પર મૂકો. 15 થી 20 મિનિટ સુધી સૂઈ જાઓ. પછી, તમારા ચહેરાને ઠંડા પાણીથી ધોઈ લો. આ સિવાય 1 નાનું કાચું બટાકુ ક્રશ કરી પેસ્ટ બનાવી તેમાં અડધી ચમચી મધ ઉમેરી સારી મિક્સ કરી લો. આ પેસ્ટને આંખો નીચે હળવા હાથે લગાવો. તેને 10 થી 15 મિનિટ સુધી સુકાવા દો અને પછી તેને હૂંફાળા પાણીથી ધોઈ લો. આ બંને પેક ત્વચાને અંદરથી ચમકદાર બનાવે છે.

