BOLLYWOOD : સનીની નવી ફિલ્મનું શૂટિંગ બે મહિના ઠેલાયા બાદ ફેબ્રુઆરી.થી શરૂ થશે

0
1
meetarticle

સની દેઓલ આગામી ફેબ્રુઆરીથી તેની નવી એક્શન ફિલ્મનું શૂટિંગ શરુ કરી દેશે. ફરહાન અખ્તર આ ફિલ્મ પ્રોડયૂસ કરી રહ્યો છે. સની પહેલીવાર ફરહાનનાં પ્રોડક્શનની કોઈ ફિલ્મમાં કામ કરવાનો છે.  આ ફિલ્મનું શૂટિંગ બે મહિના મોડું ચાલુ થઈ રહ્યું છે. અગાઉ ધર્મેન્દ્રની બીમારી તથા નિધનના કારણે સની દેઓલ સમય આપી શક્યો ન  હતો. બાદમાં હાલ ‘બોર્ડર ટુ’નું પ્રમોશન ચાલુ થયું હોવાથી સનીને સમય મળ્યો ન હતો. હવે તે ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહથી શૂટિંગ ચાલુ કરવાનો છે.

 

આ ફિલ્મનું ટાઈટલ હજુ નક્કી થયું નથી. ડાયરેક્ટર બાલાજીને ફિલ્મનું સુકાન સોંપાયું છે. ફિલ્મના અન્ય કલાકારો કે સ્ટોરીની વિગતો પણ હજુ બહાર આવી નથી. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here