BUSINESS : ચાંદીની કિંમતમાં રૂ. 20 હજારનો વધારો, સોનું પણ ઓલ ટાઈમ હાઈ: બજાર ખૂલતાં જ હાહાકાર

0
11
meetarticle

વૈશ્વિક બજારમાં વધતી અસ્થિરતા અને સુરક્ષિત રોકાણની વધતી માંગને કારણે આજે ભારતીય બુલિયન માર્કેટમાં ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઈ છે. સોના અને ચાંદીના ભાવે આજે તમામ જૂના રેકોર્ડ તોડી નાખ્યા છે અને એક નવી ઐતિહાસિક સપાટીને સ્પર્શી ગયા છે. ગ્લોબલ ઇકોનોમીમાં ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે રોકાણકારો સોના તરફ વળ્યા હોવાથી કિંમતોમાં આ ધરખમ વધારો જોવા મળી રહ્યો છે.

આજે ( 27 જાન્યુઆરી, 2026 ) ભારતીય બુલિયન બજારોમાં સોના-ચાંદીના વાયદા ભાવમાં ઐતિહાસિક વધારો નોંધાયો છે. સોનાના ભાવમાં 1.7 ટકા જ્યારે ચાંદીના ભાવમાં 6 ટકાનો વધારો નોંધાયો. 10 ગ્રામ સોનાનો ભાવ 1,59,820 રૂપિયાને પાર જતો રહ્યો છે જ્યારે 1 કિલો ચાંદીની કિંમત 3,54,780 રૂપિયાને પાર થઈ છે. 

આજે સવારે માર્કેટ ખૂલતાં જ સોનાના ભાવમાં 2300 રૂપિયાથી વધુ જ્યારે ચાંદીના ભાવમાં 20 હજાર રૂપિયાની તેજી જોવા મળી.

2026ની શરૂઆતથી અત્યાર સુધીમાં ચાંદીના ભાવમાં 50 ટકાનો વધારો જોવા મળ્યો છે.

સોના-ચાંદીના ભાવમાં વધારાનું કારણ

વૈશ્વિક અસ્થિરતા: અમેરિકા અને મિડલ ઈસ્ટ વચ્ચે યુદ્ધની પ્રબળ આશંકા

ઔદ્યોગિક માંગ: AI ડેટા સેન્ટર્સ અને સોલાર પેનલ્સમાં ચાંદીના વધી રહેલા વપરાશને કારણે સપ્લાય ચેઈન ખોરવાઈ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here