VADODARA : ડ્રિંક એન્ડ ડ્રાઈવ: ઓપી રોડ પર ત્રણ કારને અડફેટમાં લેનાર પીધેલો પૂર્વ ક્રિકેટર જેકોબ માર્ટીન પકડાયો

0
14
meetarticle

વડોદરાના જુના પાદરા રોડ વિસ્તારમાં દારૂના નશામાં ચૂર થઈ ત્રણ વાહન અડફેટમાં લેનાર ઇન્ડિયન ટીમનો પૂર્વ ક્રિકેટર જેકોબ માર્ટીનને પોલીસે ઝડપી પાડ્યો છે.

ઓપી રોડના મલ્હાર પોઇન્ટ નજીક પુનિત નગર સોસાયટી ખાતે ગઈ મધરાતે અઢી વાગે ધડાકા ભૈર એક કાર પાર્ક કરેલી ત્રણ કારમાં ભટકાતા લોકો બહાર નીકળી આવ્યા હતા.

બનાવની જાણ અકોટા પોલીસને કરાતા તરત જ પોલીસ આવી ગઈ હતી અને અકસ્માત કરનાર કારચાલકને નશામાં ચકચૂર હાલતમાં પકડ્યો હતો.

પોલીસની પૂછપરછ દરમિયાન ડ્રીંક એન્ડ ડ્રાઇવ કરનાર આધેડ ઇન્ડિયન ક્રિકેટ ટીમનો પૂર્વ ઇન્ટરનેશનલ ક્રિકેટર(બેસ્ટ મેન) જેકોબ જોશેફ માર્ટિન (શાર્લિંન ફ્લેટ, મધર સ્કૂલ પાસે, ગોત્રી) હોવાનું જણાઈ આવ્યું હતું. જેથી પોલીસે ડ્રીંક એન્ડ ડ્રાઈવ તેમજ અકસ્માતના બે અલગ અલગ ગુના નોંધી પૂર્વ ક્રિકેટરની ધરપકડ કરી હતી.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here