WORLD : ભઈ, તમારા બહુ આદેશો થઈ ગયા…’ ડોનાલ્ડ ટ્રમ્પને ખુલ્લેઆમ મહિલા નેતાએ પડકાર્યા

0
14
meetarticle

વેનેઝુએલાએ હવે અમેરિકા વિરૂદ્ધ ખુલીને બોલવાનું શરૂ કર્યું છે. કાર્યકારી રાષ્ટ્રપ્રમુખ ડેલ્સી રોડ્રિગેઝએ ડોનાલ્ડ ટ્રમ્પને ખુલ્લેઆમ પડકાર્યા હતા અને સ્પષ્ઠ કર્યું હતું કે, હવે વોશિંગ્ટનના આદેશો સાંભળવામાં નહીં આવે. પદભ્રષ્ટ રાષ્ટ્રપ્રમુખ નિકોલસ માદુરોની ધરપકડ બાદ રોડ્રિગેઝે સત્તાની બાગડોર સંભાળી હતી. ગત 3 જાન્યુઆરીના રોજ અમેરિકન સૈન્ય દ્વારા એક કાર્યવાહીમાં માદુરોની ધરપકડ કરી હતી. 

ડોનાલ્ડ ટ્રમ્પને ખુલ્લેઆમ મહિલા નેતાએ પડકાર્યા 

મીડિયા રિપોર્ટ્સ મુજબ, એન્ઝોટેગુઇમાં તેલ કામદારો સાથે વાત કરતા રોડ્રિગેઝે કહ્યું કે, “વેનેઝુએલાના નેતાઓને વોશિંગ્ટન તરફથી બહુ આદેશો થઈ ગયા. વેનેઝુએલાના રાજકારણને તેના આંતરિક મતભેદો જાતે જ ઉકેલવા દો. વિદેશી શક્તિઓની દખલગીરી બહુ થઈ. સરકાર જૂના વિવાદોને ઉકેલવા માટે વોશિંગ્ટન સાથે રૂબરૂ વાતચીત કરશે.” 

તેમણે વધુમાં કહ્યું કે, “વેનેઝુએલાએ ક્યારેય વિચાર્યુ નહોતુ કે દક્ષિણ અમેરિકન રાજધાની પર કોઈ વિદેશી તાકાત હુમલો કરશે.” તેમણે રાષ્ટ્રીય એકતાની અપીલ કરી અને કહ્યું કે, “વેનેઝુએલાના નાગરિકોને વિદેશી તાકાત વગર આંતરિક વિવાદ ઘરેલુ રાજનીતિ દ્વારા વાતચીતથી ઉકેલવા દો.”

અમેરિકન વહીવટીતંત્રનું વેનેઝુએલા પર દબાણ

અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રે વેનેઝુએલાના નબળા પડી ગયેલા તેલ ઉદ્યોગમાં અમેરિકન ઊર્જા કંપનીઓ પાસેથી વધુ રોકાણ આમંત્રિત કરવા માટે રોડ્રિગેઝ અને પદભ્રષ્ટ નેતાના અન્ય સાથીઓ પર દબાણ વધાર્યું હોવાના અહેવાલ છે. પ્રસ્તાવિત કાયદાના ડ્રાફ્ટની એક નકલ ધ એસોસિએટેડ પ્રેસ (એપી) દ્વારા જોવામાં આવી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here