સુરેન્દ્રનગરમાં ટાવર ચોક નજીક રિક્ષામાંથી ૫૦૦૦ હજાર લીટર દેશી દારૃ સાથે દંપતી ઝડપાયું હતું. પોલીસે રૃ.૨.૩૫ લાખનો મુદ્દામાલ કબજે કરી બે શખ્સની ધરપકડ કરી આઠ શખ્સને ફરાર જાહેર કરી દસ શખ્સ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

સુરેન્દ્રનગર એ-ડિવિઝન પોલીસે સોમવારે પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમાની આધારે ટાવર પાસે વોચ ગોઠવી શંકાસ્પદ હાલતમાંથી પસાર થતી એક રિક્ષાની તલાશી લીધી હતી. રિક્ષામાંથી ૫૦૦ લીટર દેશી દારૃ (કિં. રૃ.૧,૦૦,૦૦૦), ૧-મોબાઈલ (રૃ.૫૦૦૦), ૧-સીએનજી રિક્ષા (કિં.રૃ.૧,૩૦,૦૦૦) સહિત કુલ રૃ.૨,૩૫,૦૦૦ના મુદ્દામાલ સાથે (૧) જાહીરાબેન ઉર્ફે મુન્નીબેન હબીબભાઈ માણેક (૨) રમજાનભાઈ હબીબભાઈ માણેક (બંને રહે. મિયાણાવાડ, સુરેન્દ્રનગર)ને ઝડપી પાડયા હતા. જ્યારે (૧) પ્રવિણભાઈ વિજયભાઈ ચોવસીયા (રહે.નવા જંક્શન પાસે), (૨) વિનુભાઈ ધનજીભાઈ સલોરા (રહે.મુળી), (૩) હીનાબેન હાસમભાઈ ભટ્ટી (રહે. સુરેન્દ્રનગર), (૪) મુમતાઝ ઉર્ફે મોમાબાઈ ગફારભાઈ (રહે. સુરેન્દ્રનગર), (૫) સલમાબેન હનીફભાઈ ખોડ (રહે. ગેટ સ્ટેશન પાસે, સુરેન્દ્રનગર), (૬) જયેશ ઉર્ફે કાનો જાદવભાઈ (રહે. અંધ વિધાલય પાસે, સુરેન્દ્રનગર), (૭) જયોતિબેન વિરમભાઈ સારલા (રહે. પોપટપરા, સુરેન્દ્રનગર), (૮) હુરબાઈબેન (રહે. સુરેન્દ્રનગર) હાજર નહીં મળી આવતા તમામ ૧૦ શખ્સ સામે એ-ડિવિઝન પોલીસ મથકે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

