NATIONAL : ડાક વિભાગમાં ભરતી, 28000 જગ્યા પર વેકેન્સી, જાણો પગાર-અભ્યાસ સહિતની માહિતી

0
19
meetarticle

સરકારી નોકરીની રાહ જોઈ રહેલા હજારો યુવાનો માટે નવા વર્ષના પ્રારંભે ખુશખબર આવી છે. ભારતીય ટપાલ વિભાગે ગ્રામીણ ડાક સેવક (GDS) હેઠળ 28000થી વધુ પદો માટે ભરતીની જાહેરાત કરી છે. ઈન્ડિયા પોસ્ટ દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર નોટિફિકેશન અનુસાર, આ ભરતી પ્રક્રિયા જાન્યુઆરી 2026થી શરૂ થવા જઈ રહી છે. આ ભરતીની સૌથી મોટી વિશેષતા એ છે કે, ઉમેદવારોની પસંદગી કોઈ પણ લેખિત પરીક્ષા વગર, માત્ર ધોરણ-10ના મેરિટના આધારે કરવામાં આવશે.

ગુજરાતમાં 1830 બેઠકો પર ભરતી

ટપાલ વિભાગ દ્વારા દેશભરના 23 સર્કલમાં કુલ 28,740 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. જેમાં સૌથી વધુ 3,553 જગ્યાઓ મહારાષ્ટ્રમાં છે, જ્યારે ઉત્તર પ્રદેશમાં 3,169 અને પશ્ચિમ બંગાળમાં 2,982 જગ્યાઓ છે. ગુજરાત સર્કલની વાત કરીએ તો અહીં 1,830 જગ્યાઓ પર ભરતી થવાની છે. આ ભરતી અંતર્ગત બ્રાન્ચ પોસ્ટ માસ્ટર (BPM) અને આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર (ABPM) ના પદો પર નિમણૂક આપવામાં આવશે.કુલ 28,740 જગ્યાઓ પર ભરતી

આંધ્ર પ્રદેશ – 1060
આસામ – 639
બિહાર – 1347
છત્તીસગઢ – 1155
દિલ્હી – 42
ગુજરાત – 1830
હરિયાણા – 270
હિમાચલ પ્રદેશ – 520
જમ્મુ/કાશ્મીર – 267
ઝારખંડ – 908
કર્ણાટક – 1023
કેરળ – 1691
મધ્ય પ્રદેશ – 2120
મહારાષ્ટ્ર – 3553
ઉત્તર પૂર્વ – 1014
ઓડિશા – – 1191
પંજાબ – 262
રાજસ્થાન – 634
તમિલનાડુ – 2009
તેલંગાણા – 609
ઉત્તર પ્રદેશ – 3169
ઉત્તરાખંડ – 445
પશ્ચિમ બંગાળ – 2982
કુલ – 28740 જગ્યા પર ભરતી

લાયકાત અને વયમર્યાદા : આ ભરતીમાં જોડાવા માટે ઉમેદવાર કોઈપણ માન્ય બોર્ડમાંથી ગણિત અને અંગ્રેજી વિષયો સાથે ધોરણ-10 પાસ હોવો અનિવાર્ય છે. ઉમેદવારને સ્થાનિક ભાષાનું જ્ઞાન, કોમ્પ્યુટરની જાણકારી અને સાયકલ ચલાવતા આવડવું જરૂરી છે.

વયમર્યાદા : ઉમેદવારની લઘુત્તપગાર ધોરણ અને પસંદગી પ્રક્રિયા

  • વિભાગ – ભારતીય પોસ્ટ વિભાગ
  • પદનું નામ – બ્રાન્ચ પોસ્ટ માસ્ટર (BPM) પદ અને આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર (ABPM) 
  • કુલ ભરતી – 28,740
  • અરજી કરવાની શરૂઆત – 31 જાન્યુઆરી-2026
  • અરજી કરવાની છેલ્લી તારીખ – 14 ફેબ્રુઆરી-2026
  • અભ્યાસ – ધોરણ 10 પાસ (પસંદગી પ્રક્રિયા મેરિટ આધારીત)
  • ઉંમર – 18 વર્ષથી 40 વર્ષ
  • BPM પગાર – રૂ.12000થી રૂ.29000 (માસિક)
  • ABPM પગાર – રૂ.10000થી રૂ.24470 (માસિક)
  • ઓનલાઈન ફોર્મ ભરવાની સત્તાવાર વેબસાઈટ – indiapostgdsonline.gov.in

મહત્વની તારીખો અને અરજી પ્રક્રિયા

ઓનલાઇન અરજી કરવાની પ્રક્રિયા 31 જાન્યુઆરી 2026થી શરૂ થશે અને 14 ફેબ્રુઆરી 2026 સુધી ચાલશે. અરજી ફી જમા કરાવવાની છેલ્લી તારીખ 16 ફેબ્રુઆરી 2026 છે. વિભાગ દ્વારા પ્રથમ મેરિટ લિસ્ટ 28 ફેબ્રુઆરી 2026ના રોજ જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે. રસ ધરાવતા ઉમેદવારો ટપાલ વિભાગની સત્તાવાર વેબસાઇટ indiapostgdsonline.gov.in પર જઈને ઓનલાઇન ફોર્મ ભરી શકશે.મ 18 વર્ષ અને મહત્તમ 40 વર્ષ નક્કી કરવામાં આવી છે. જોકે અનામત વર્ગના ઉમેદવારોને સરકારી નિયમો મુજબ ઉપલી વયમર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here