GUJARAT : અંકલેશ્વરના મારુતિધામમાં કૃષ્ણભક્તિનો મહેરામણ: વૃંદાવનના કથાકાર કુંતી બઘેલની અમૃતવાણીમાં શ્રદ્ધાળુઓ તરબોળ, પાલ સમાજ દ્વારા ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન

0
18
meetarticle


ઔદ્યોગિક નગરી અંકલેશ્વરના સારંગપુર સ્થિત મારૂતીધામ સોસાયટી ખાતે ‘અંકલેશ્વર પાલ સમાજ જન સેવા ચેરીટેબલ ટ્રસ્ટ’ દ્વારા આયોજિત શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં શ્રદ્ધા અને ભક્તિનો ત્રિવેણી સંગમ રચાયો હતો. શ્રીધામ હરિયાવન-વૃંદાવનથી પધારેલા ખ્યાતનામ કથાકાર શાસ્ત્રી કુંતી બઘેલની પાવન વાણીમાં ભગવાન શ્રીકૃષ્ણની લીલાઓનું રસપાન કરી ભક્તો ભાવવિભોર બન્યા હતા.


કથાના મંગલ પ્રારંભ સાથે જ શાસ્ત્રીજીએ ભગવાનના વિવિધ અવતારો અને જીવન જીવવાની કળા વિશે સચોટ માર્ગદર્શન આપ્યું હતું. ભજન-કીર્તનની સુરાવલીઓ અને દિવ્ય આરતીના નાદથી સમગ્ર સોસાયટી પરિસર જાણે ગોકુળધામમાં ફેરવાઈ ગયું હતું. આ ભક્તિમય અવસરે પાલ સમાજ જનસેવા ટ્રસ્ટના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ભાઈ-બહેનોએ હાજરી આપી કૃષ્ણ જન્મોત્સવ અને રુક્ષ્મણી વિવાહ જેવા પ્રસંગોની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી હતી.આયોજક ટ્રસ્ટના જણાવ્યા અનુસાર, સમાજમાં સંસ્કારોનું સિંચન થાય અને લોકો ભક્તિમાર્ગે વળે તેવા ઉમદા હેતુથી આ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું. કથાના અંતે પ્રસાદ અને ભંડારાનું પણ આયોજન કરાયું હતું.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here