SPORTS : T20 વર્લ્ડ કપ અગાઉ જ મોટી મુશ્કેલીમાં મૂકાયો આરોન જોન્સ, મેચ ફિક્સિંગને લીધે સસ્પેન્ડ

0
15
meetarticle

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ બુધવારે (28મી જાન્યુઆરી 2026) એક ચોંકાવનારો નિર્ણય લેતા અમેરિકાની ટીમના બેટર એરોન જોન્સને ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધો છે. 2024ના T20 વર્લ્ડ કપમાં અમેરિકાને સુપર-8 સુધી પહોંચાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર જોન્સ પર મેચ ફિક્સિંગ અને ભ્રષ્ટાચારના ગંભીર આરોપો લાગ્યા છે.

એરોન જોન્સ પર ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝ (CWI) અને ICC ભ્રષ્ટાચાર વિરોધી સંહિતાના કુલ પાંચ ઉલ્લંઘનનો આરોપ મૂકવામાં આવ્યો છે. 2023-24 દરમિયાન બાર્બાડોસમાં આયોજિત BIM10 લીગમાં મેચ ફિક્સિંગમાં સંડોવણી. ભ્રષ્ટ સંપર્કો (Corrupt Approaches) અંગે સંબંધિત અધિકારીઓને જાણ કરવામાં નિષ્ફળતા. કથિત ગુનાની તપાસ દરમિયાન સત્તાધીશોને સહકાર ન આપવો. બે આરોપો આંતરરાષ્ટ્રીય મેચો સાથે સંબંધિત છે, જે સીધા ICC કોડ હેઠળ આવે છે.

ICCના જણાવ્યાનુસાર, 31 વર્ષીય એરોન જોન્સને કામચલાઉ ધોરણે (Provisionally) સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. 28મી જાન્યુઆરી, 2026 થી તેની પાસે પોતાની સફાઈ આપવા અને આરોપોનો જવાબ આપવા માટે 14 દિવસનો સમય છે. જો તે પોતાને નિર્દોષ સાબિત નહીં કરી શકે, તો તેના પર લાંબા સમયનો અથવા આજીવન પ્રતિબંધ લાગી શકે છે.

ન્યૂયોર્કમાં જન્મેલા એરોન જોન્સે અત્યાર સુધી અમેરિકા માટે 52 વનડે અને 48 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. તેણે છેલ્લે એપ્રિલ 2025 માં રાષ્ટ્રીય ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું. 2024 T20 વર્લ્ડ કપમાં તેની આક્રમક બેટિંગને કારણે તે રાતોરાત સ્ટાર બની ગયો હતો.વર્લ્ડ કપ જેવી મોટી ટૂર્નામેન્ટો નજીક છે ત્યારે અમેરિકન ટીમના મુખ્ય ખેલાડીનું આ રીતે સસ્પેન્ડ થવું એ યુએસએ ક્રિકેટ માટે એક મોટો આંચકો માનવામાં આવે છે. આ ઘટનાએ ફરી એકવાર ટી10 અને અન્ય નાની લીગમાં થતા ભ્રષ્ટાચાર સામે લાલબત્તી ધરી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here