મેષ : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવું કામકાજ થવાથી આનંદ અનુભવો. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુનો સાથ રહે.
વૃષભ : આપના કાર્યની સાથે સામાજિક-વ્યવહારિક કામકાજમાં વ્યસ્ત રહેવાનું બને. કામનો ઉકેલ આવતાં આપને રાહત જણાય.
મિથુન : રાજકીય-સરકારી કામમાં, ખાતાકીય કામમાં આપે સંભાળવું પડે. ધીરજ અને શાંતિ રાખીને દિવસ પસાર કરી લેવો.
કર્ક : નાણાંકીય લેવડ-દેવડની બાબતમાં આપે સાવધાની રાખવી પડે. વાદ-વિવાદ-ગેરસમજ-મનદુ:ખથી સંભાળવું પડે.
સિંહ : સીઝનલ ધંધામાં આકસ્મિક ધરાકી આવી જતાં લાભ-ફાયદો જણાય. પરંતુ સંતાનના પ્રશ્ને ચિંતા-ઉચાટ રહે.
કન્યા : આપના કાર્યની સાથે ઘર-પરિવાર-સગા-સંબંધીવર્ગ-મિત્રવર્ગના કામમાં વ્યસ્ત રહેવાનું બને. દોડધામ-શ્રમ જણાય\
.તુલા : દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં આપે ઉતાવળ કરવી નહીં. મિલન-મુલાકાત મુલતવી રાખવા.
વૃશ્ચિક : આપે તન-મન-ધનથી-વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કૌટુંબિક-પારિવારીક પ્રશ્ને ચિંતા જણાય.
ધન : આપે જાહેરક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં સંભાળવું પડે. રાજકીય-સરકારી કામકાજમાં ઉતાવળ ન કરવી.
મકર : આપના કામમાં હરિફવર્ગ-ઇર્ષ્યા કરનાર વર્ગ મુશ્કેલી ઉભી કરવાના પ્રયાસ કરે. સાસરીપક્ષ-મોસાળપક્ષનું કામ રહે.
કુંભ : આપની મહેનત-અનુભવ-આવડત-બુદ્ધિથી આપના કામનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરો. મહત્વના નિર્ણય લેવામાં ધ્યાન રાખવું પડે.
મીન : આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. ધારણાઓ અવળી પડતાં મુશ્કેલી વધે.

