GUJARAT : ઓલપાડ તાલુકાની ૨૬ ગ્રામ પંચાયત કચેરીનાં નવા ભવન બનાવવા માટે રૂ.૬૯૦ લાખની ગ્રાન્ટ મંજુર

0
15
meetarticle

ગુજરાતનાં ઇતિહાસમાં પ્રથમવાર સમગ્ર રાજ્યમાં ગ્રામોત્થાન યોજના અંતર્ગત એક સાથે ૨,૬૬૬ નવીન ગ્રા.પં.કચેરીનું ઈ-ખાતમૂહુર્ત રાજ્ય નાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે શુક્રવારે બોરસદના ભાદરણ ગામેથી કરવામાં આવ્યું હતું.જેમાં સમાવેશ ઓલપાડ તાલુકાની ૨૬ ગ્રા.પં. કચેરીનાં નવીન ભવન માટે મંજુર થયેલ રૂ.૬.૯૦ કરોડની ગ્રાન્ટનું ખાતમૂહુર્ત
સરકારનાં પૂર્વમંત્રી અને ઓલપાડ ધારાસભ્ય મુકેશભાઈ પટેલનાં વરદ્દહસ્તે કાંઠા વિસ્તારનાં અસનાડ ગામેથી કરવામાં આવ્યું હતું. જેથી નજીકનાં દિવસોમાં કચેરીનાં નવા ભવન બનવાથી ગ્રામજનોની સુવિધા માં વધારો થવાથી આ ગામના સરપંચો અને ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.


વિગત અનુસાર ઓલપાડ તાલુકાની કાયાપલટ માટે કમર કસી રહેલા ધારાસભ્ય અને પૂર્વ મંત્રી મુકેશ પટેલને જે-તે ગામમાં જર્જરીત થયેલ ગ્રા. પં.ની કચેરીનાં નવીનીકરણ માટે ગામના સરપંચો અને ગ્રામજનોએ રજુઆત કરી હતી. આ રજુઆતનાં પગલે મુકેશ પટેલે રાજ્ય સરકારમાંથી તાલુકાની કુલ ૨૬ ગ્રા.પં.કચેરીનાં નવનિર્મિત ભવન માટે કુલ રૂ.૬૯૦ લાખની ગ્રાન્ટ મંજુર કરાવી હતી.જે વિકાસ કામો નું ઈ-ખાતમુહૂર્ત ગાંધી નિર્વાણ દિન તા.૩૦, શુક્રવારનાં રોજ તાલુકાનાં અસનાડ ગામેથી કરતા ધારાસભ્ય મુકેશ પટેલે ઉપસ્થિત સરપંચો,ચૂંટાયેલ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનાં સભ્યો અને પદાધિકારીઓ, ભાજપ સંગઠનનાં હોદ્દેદારો અને ગ્રામ જનોને ભારપૂર્વક જણાવ્યું હતું કે, સરકારી ગ્રાન્ટમાંથી
જે જગ્યાએ વિકાસના કામો થઈ રહ્યા છે,ત્યાં થઈ રહેલ વિકાસનાં કામોની ગુણવત્તા જોવાની જવાબદારી સૌએ નિભાવવાની છે.હું આ પ્રસંગે જાહેર મંચ પરથી ટકોર કરૂં છું કે, વિકાસ કામ કરતા એજન્સી અને કોન્ટ્રાકટરો કાન ખોલીને સાંભળી લેજો હું આ કામોની ક્વોલિટીમાં કોઈપણ બાંધછોડ કરીશ નહીં.
તેમણે જણાવ્યું હતું કે,અત્યાર સુધીમાં ઓલપાડ વિધાનસભા મતક્ષેત્ર માં કુલ રૂ.૪,૫૦૦ કરોડનાં વિકાસ કામો થઈ ચુક્યા છે.જે પૈકી રૂ.૧૫.૬૦ કરોડના ખર્ચે શાળાના ઓરડાઓ,કમ્પાઉન્ડ વોલ,ટોયલેટ સહિતના કામો પ્રગતિમાં છે અને આવનારા દિવસોમાં વિકાસ કામોની કૂચ જારી રહેશે.
આ કાર્યક્રમમાં ઓલપાડ તા.પં.નાં પ્રમુખ નીતાબેન પટેલ અને ભાજપ પ્રમુખ કુલદીપસિંહની ટીમ, જિ.પં.સભ્યો,વિવિધ ગામના સરપંચો, સહકારી આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

કઈ-કઈ ગ્રામ પંચાયત કચેરીનું નવું ભવન બનશે?
ઓલપાડ તાલુકાનાં કાંઠા વિસ્તારની ગ્રા. પં.પૈકી અંભેટા,કરંજ ગૃપ,દેલાસા,જીણોદ,સોંદલાખારા,ઓરમા,કાછોલ,કાસલા બુજરંગ,ખોસાડીયા,ડભારી,સેગવાછામા,કુંકણી,અરીયાણા,આંધી,અસનાડ,સોંદામીઠા,કણભી તથા પૂર્વ વિભાગમાં બોલાવ,ઇશનપોર,માસમા,કોસમ,વડોદ અને પરીઆ મળી કુલ ૨૩ ગ્રા.પં. કચેરીનાં નવા ભવન બનાવવા માટે પંચાયત દીઠ રૂ.૨૫
લાખ મંજુર થયા છે. જયારે ઓલપાડ ગ્રુપ ગ્રા.પં.માટે રૂ.૪૦ લાખ અને કીમ ગ્રા.પં.માટે પણ રૂ.૪૦ લાખ તેમજ કાંઠાની
પિંજરત ગ્રા.પં.માટે રૂ.૩૪.૮૩ લાખની ગ્રાન્ટ મંજુર થઈ છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here