નર્મદા જિલ્લાની જાહેર આરોગ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ડેઝીગ્નેટેડ ઓફિસર, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા રાજપીપળા શહેર ખાતે સઘન ચકાસણી કાર્યવાહી હાથ ધરી હતી.

આ કાર્યવાહી અંતર્ગત રાજપીપળા શહેરમાં આવેલી હોટલ, રેસ્ટોરન્ટ તેમજ ખાણીપીણીની લારી-ગલ્લા સહિત કુલ 53 જેટલા વેપારીઓને ત્યાં રેડ કરી તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન ખાદ્યચીજોની સલામતી, સ્વચ્છતા તથા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ મુજબ જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ નિયમોના કડક અમલીકરણ માટે વેપારીઓને સૂચનાઓ આપવામાં આવી હતી.
તપાસ દરમિયાન સ્થળ પરથી બિનઆરોગ્યપ્રદ ખાદ્યચીજો મળી આવતા, આશરે 10 કિલો લાલ ચટણી, સિન્થેટિક ફૂડ કલર તેમજ ચાઈનીઝ-પુલાવ રાઈસ સહિત અંદાજે 16 થી 17 કિલોગ્રામ જેટલો ખાદ્યચીજનો જથ્થો યોગ્ય સ્થળે નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત કુલ-7 ખાદ્યચીજોના નમૂના લઈ તેને લેબોરેટરીમાં પૃથ્થકરણ માટે મોકલવામાં આવ્યા છે.
REPOTER : દીપક જગતાપ, રાજપીપલા

