સમાજ જ્યારે એક વિચાર, એક ભાવના અને એક દિશામાં આગળ વધે ત્યારે ઇતિહાસ સર્જાય છે. એવી જ એક ઐતિહાસિક અને હૃદયસ્પર્શી ક્ષણ પોરબંદર તાલુકાના ગોસા(ઘેડ) ગામે રબારી સમાજે ગઈકાલે અનુભવી, જ્યાં રબારી સેવા સમિતિ ગોસા(ઘેડ) સંચાલિત અંદાજે ૩૦ લાખના ખર્ચે તૈયાર થયેલા શ્રી રબારી સમાજ નવનિર્મિત ભવનના લોકાર્પણ સાથે રબારી સમાજે સેવાના ક્ષેત્રે શુભારંભ કર્યો.

દીપ પ્રગટ્યથી શુભારંભ, પારિવારિક સ્વાગત
સમારંભની શરૂઆત આ પ્રસંગે ઉપસ્થિત દીપ પ્રાગટ્ય સાથે ઉપસ્થિત મહેમાનોના પુષ્પગુચ્છથી સ્વાગત કરીને કરવામાં આવી હતી. રબારી સમાજના તરવૈયા યુવાન અને ધરમપુર ખાતે પશુ ચિકિત્સક તરીકે ફરજ બજાવતા ડો.કરણાભાઇ કોડિયાર દ્વારા કરાયેલું શબ્દસ્વાગત સમાજની લાગણી અને ભાવનાને પ્રતિબિંબિત કરી સૌના હૃદયને સ્પર્શી ગયું. પોરબંદર, રાણાવાવ,ગીર તાલાળા, ભાણવડ, બાંટવા, કુતિયાણા, કોલીખડા, રીણાવાડા, વનાણા સહિતથી પધારેલા મહેમાનોની હાજરીએ સમારંભને એક પરિવારિક મહોત્સવનું સ્વરૂપ આપ્યું.
પરેશભાઈ કોડીયાતર મુખ્ય અતિથિ મહેમાન
પરબતભાઈ પરમાર અધ્યક્ષસ્થાને
ગોસા બ્રાહ્મણ શેરી અને રબારી કેડાની વચ્ચે નવ નિર્મિત રબારી ના લોકાર્પણના આ સમારંભમાં સમાજની એકતા, પરંપરા અને પરોપકાર જીવંત બની ઉઠ્યા. મુખ્ય મહેમાન રબારી સમાજના અણમોલ રત્ન, શિક્ષણપ્રેમી, દાનવીર દાતા કે જેઓએ સોરઠીયા રબારી સમાજના વનાણા શૈક્ષિણક ભવનના નવનિર્માણ ના કાર્ય માં બે કરોડ પચીસ લાખનું અનુદાન સમર્પિત પરેશભાઈ આલાભાઈ કોડિયાતર (ગીર તાલાળા) અને પોરબંદર જિલ્લા પંચાયત ના પ્રમુખ પરબતભાઇ પરમારના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં પોરબંદર જિલ્લા કારોબારી અઘ્યક્ષ આવડાભાઇ ,પોરબંદર તાલુકા પંચાયત ના પુમુખ પ્રતિનિધિ હાથીભાઈ ખુંટી,જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રમેશભાઇ ઓડેદરા,રબારી સમાજના અગ્રણી આગેવાન ભીમાભાઇ દાનાભાઈ મકવાણા,રમેશભાઇ છેલાણા સહિત મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ આ રબારી સમાજના ભવન “માત્ર ઈમારત નહીં, પરંતુ સંવેદનશીલ સમાજની જીવંત સેવા પ્રતિમા” ગણાવી.
રબારી તેમજ મહેર સમાજના શ્રેષ્ઠીઓ ની ગૌરવભરી હાજરી
પોરબંદર સહિત શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી પધારેલા રબારી અને મહેર સમાજના આગેવાનો, શિક્ષણ પ્રેમી અને સેવાભાવી દાતાઓની હાજરીએ કાર્યક્રમને વૈશ્વિક ગૌરવ આપ્યું. ગોસાના બાવિસિયુ માતાજીના ભુવાઆતા ખીમાઆતા, વિસત માતાજીના ભૂવા આતા અરજન આતા, સતીઆઈ માતાજીના ભૂવા આતા કરશન આતા,તાલાળા થી દાતા પરેશભાઈ કોડીયાતર, પોરબંદર જિલ્લા પંચાયતના પ્રમુખ પરબતભાઈ પરમાર, જિલ્લા પંચાયત પોરબંદરના કારોબારી અધ્યક્ષ આવડાભાઈ, પોરબંદર તાલુકા પંચાયતના પ્રમુખ હાથીયા ભાઇ ખુંટી, કારોબારી અધ્યક્ષ વિરમભાઈ સુંડાવદરા, પ્રતાપભાઈ કેશવાલા, કેશુભાઈ, પોરબંદર જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને ભાજપ પૂર્વ પ્રમુખ રમેશભાઈ ઓડેદરા (રમેશ પટેલ), ઓડદર થી રબારી સમાજના અગ્રણી રમેશભાઈ છેલાણા, જિલ્લા પંચાયતના સદસ્ય કાનાભાઈ મોરી રાતીયા રબારી સમાજના અગ્રણી ભીમાભાઇ દાનાભાઈ મકવાણા બાટવા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ગણપતભાઈ મોરી ભાણવડ થી અરજણભાઈ મોરી બધા ભાઈ મોરી બનાના સરપંચ ઓગનભાઈ કોડીયાતર લુણાવાડા થી અર્જુનભાઈ મોરી જુબેલી પોરબંદર થી અરજનભાઈ મોરી સોરઠીયા રબારી સમાજના પૂર્વ પ્રમુખ અને પોરબંદર એસટી ડ્રાઇવરના નિવૃત્ત કર્મચારી અમરાભાઇ મોરી કારાભાઈ કોડીયાતર ટુકડા ગોસા ગ્રામ પંચાયતના સરપંચ રાજુભાઈ ગોઢાણાના સરપંચ અરજનભાઈ મોરી શિક્ષક કરસનભાઈ ગંગાભાઈ કોડીયાતર એલઆઇસીના ગોવિંદભાઈ કોડીયાતર નિવૃત્ત શિક્ષક પ્રવીણભાઈ વાઘડા ડોક્ટર પ્રકાશભાઈ કોડીયાતર મિત્રાળા ના પૂર્વ સરપંચ બચુભાઈ કેશવાલા,નવાગામના સરપંચ હરદાભાઈ આગઠ, ગોસા ઘેડ ના ઉપસરપંચ પોલાભાઈ આગઠ, ગોસા ઘેડ વિસ્તારના પત્રકાર વિરમભાઈ આગઠ તેમજ દરબાર સમાજના દાનુભાઈ જેઠવા, કોળી સમાજના ગોવિંદભાઈ સહિત અનેક મહાનુભાવોએ સમાજ સેવાના આ મહાયજ્ઞને વધાવ્યો. તમામ મહેમાનોનું રબારી સમાજ દ્વારા શાલ ઓઢાડી અને હારતોરા કરી સન્માનીત કરવામાં આવેલ.
રબારી સમાજના શૈક્ષણિક માં અને સમાજ ભવનમાં માતબર દાન આપનારનું વિશિષ્ઠ સન્માન.
વાનાણા નવનિર્મિત શૈક્ષણિક સંકુલમાં બે કરોડ પચીસ લાખનું અનુદાન આપનાર પરેશભાઈ કોડીયાતર, રબારી સમાજ ગોસામાં એક લાખનું અનુદાન આપનાર પોલાભાઈ આગઠ, સરપંચ વાઘાભાઇ કારાભાઈ કોડીયાતર, ઉકરડા ભાઇ કોડીયાતર, કરશનભાઈ કોડીયાતર,સોરઠીયા રબારી સમાજના નવ એજ્યુકેશન ટ્રસ્ટના બધાભાઈ કોડીયાતર, કરશનભાઈ ગાંગાભાઈ કોડીયાતર , જેઠાભાઈ વાઘાભાઇ કોડીયાતાર સહિત સમાજ સેવામાં અદભુત ઉદાહરણ સ્થાપિત કરતા તેઓનું રબારી સમાજની પાઘડી પહેરાવી બહુમાન કરવામાં આવેલ.
આ પ્રસંગે રબારી સમાજની બાળાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમેં સૌનું મન મોહી લીધું
આ પ્રસંગે રબારી સમાજની બાળાઓ દ્વારા રજૂ કરાયેલા મનોહર સાંસ્કૃતિક કાર્યક્રમોએ ઉપસ્થિત મહેમાનોને મંત્રમુગ્ધ કર્યા અને સમાજને સંસ્કૃતિને જીવંત રાખવાની ભાવના પ્રગટ કરી હતી
સ્વપ્નથી સાકાર સુધીની સફર
ગોસા રબારી સમાજના યુવાનોએ જણાવેલ કે રબારી સમાજ ના નવ નિર્માણ કાર્યમાં ભેખ પહેરી તન મનથી ફરતાં ફાળો એકત્ર કરી તેમજ દાતાઓના સહયોગથી સમાજને એક સૂત્રમાં બાંધ્યો. તેમણે સ્વપ્નથી સાકાર સુધીની સફર વર્ણવી, જેમાં દરેક દાતાનો ફાળો સમાજની એક ઈંટ સમાન હોવાનું જણાવ્યું.
શિક્ષણ સંસ્કૃતિ અને મહિલાઓની ભૂમિકા ઉપર ભાર
આ પ્રસંગે પોતાના પ્રાસંગિક પ્રવચનમાં પ્રવીણભાઈ વાઘડા એ જણાવેલ કે રબારી સમાજમાં સાંસ્કૃતિક ચેતના જગાડનાર ગોસા એક એવી પુણ્ય ભૂમિ છે આ ગામ એવી આ ગામે રબારી સમાજના એક આધ્યાત્મિક ધર્મગુરુને એક ભગત ને ભૂમિ ઉપરથી જન્મ આપ્યો આ ગામ અને રબારી સમાજે આધ્યાત્મિક તા ના માર્ગ ઉપર એક મોક્ષ ગતિ ના નિર્માણ તરફ જવા જ્ઞાન આપ્યું. એવી આ વિરાભગતની ધરીને વંદન છે.કે આ રબારી કોડીયાતાત સમાજમાં પૂર્વમાં બે વ્યક્તિઓ સન્માનિત થઈ છે.જેમાં એક આધ્યાત્મિક અને ભક્તિના માર્ગે વિરાભગત ગોસિયા આ સમાજમાં પૂજનીય માણસ પ્રાપ્ત થયા.આજે ચિત્ર ચીરોળધામમાં વિરભગતની જગ્યાની ગુંજ સંભળાય રહિ છે.
અને બીજા એવા જ રબારી સમાજમાં સાંસ્કૃતિ ચેતના જગાડ નાર સમાજનો ગીરનો સિંહ કરશનભાઈ આલાભાઇ કોડીયાતર આવી રીતે સમાજમાં આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ચેતના જગાડનાર આ સમજે આપ્યા છે.
બહેનોને આગળ આવી શિક્ષણ લેવા પોતાના બાળકોને પ્રોત્સાહિત કરી એક શિક્ષિત સમાજના નિર્માણમાં માતાઓનો અમૂલ્ય ફાળો રહેશે તો સમાજમાં પ્રગતિ અવશ્ય આવશે.
રબારી સમાજની કુ. ધારા
દુનિયા પરિવર્તન પથ પર ચાલી રહી છે. ત્યારે આપણે એનાથી પચાસ વર્ષ પાછળ છીએ.ત્યારે અહીં પહોંચવા આપને તેની હરોળમાં જવા માટે જુદા જુદા ક્ષેત્રોમાં ગતિ પ્રાપ્ત કરવી પડશે. શિક્ષણને માધ્યમ બનવવવું પડશે.સમજમાં કુરિવાજો ને તિલાંજલિ આપવી પડશે.આજુ બાજુ આપણા ગામમાં અને વિસ્તારમાં વસતી દરેક કોમ ની વસ્તી સાથે આત્મીયતા અને ભાઈચારો કેળવી સાથે કામ કરવું પડશે.જુદા જુદા ક્ષેત્રોમાં સૌને સાથે રાખી ચાલીને સહયોગ અને ભાગીદારી માં સ્થાન માળેવ્યું હશે તો દરેક સમાજનો પ્રેમ પ્રાપ્ત થશે.તે જવાબદારી સમાજના વરિષ્ઠ આગેવાનોની છે.હવે સમજમાં જાગૃતિ આવી છે.ત્યારે સમાજની ઉન્નતિ અવશ્ય પ્રાપ્ત થશે. ગોસા ગામમાં શિક્ષિત ની જ્યોત પ્રગટાવ નાર પણ ગોસા રબારી સમાજે ચાર ચાર ડોક્ટરો,શિક્ષકો અને સામાજિક સેવકો આપ્યા છે. ત્યારે સમાજે આ ચીલો ચાલુ રાખવા આહ્વાન કરેલ.
સમગ્ર કાર્ય ક્રમનું સફળ સંચાલન અને એનાઉન્સર રબારી સમાજના મૂળ બાંટવા ના અને હાલ પોરબંદર ખાતે પશુ ચિકિત્સક ડો. કરણભાઈ કોડીયાતરે અને રમેશભાઇ કોડીયતર દ્વારા કર્યું હતું. આભાર વિધિ રામાભાઇ કારાભાઈ કોડિયાતરે કરી હતી.
કાર્યક્રમને ના અંતે ઉપસ્થિતિ રબારી સમાજ સહિત સરવે સમાજના અગ્રણીઓ એ સાથે સ્વરૂચી ભોજનનો રસાસ્વાદ માણ્યો હતો.
રિપોર્ટર:- વિરમભાઈ કે. આગઠ

