હળવદ સેન્ટ્રલ બેંકમાં શુક્રવારે વહેલી સવારથી રૂ. ૧૦ અને ૨૦ના નાના મૂલ્યની ચલણી નોટોના વિતરણ માટે લોકોની લાંબી કતારો જોવા મળી હતી. બેંક તંત્ર દ્વારા યોગ્ય આયોજન અને ટોકન સિસ્ટમનો અભાવ હોવાથી ભારે અફડાતફડી સર્જાઈ હતી.

ગ્રાહકોના આક્ષેપ મુજબ, અનેક લોકો વચ્ચે ઘૂસી જઈને પૈસા લઈ જતા હતા, જ્યારે શિસ્તબદ્ધ લાઈનમાં ઉભેલા ગ્રાહકોને ૩ થી ૪ કલાકની પ્રતિક્ષા બાદ પણ ખાલી હાથે પરત ફરવું પડયું હતું. બેંક પરિસરમાં ઉગ્ર રોષ ફાટી નીકળતા અને મામલો બિચકતા બેંક મેનેજમેન્ટે પોલીસની મદદ લેવી પડી હતી, જેને ગ્રાહકોએ જનતાનો અવાજ દબાવવાનો પ્રયાસ ગણાવ્યો હતો.આ મામલે બેંક મેનેજર તુષાર મોટવાણીએ જણાવ્યું હતું કે, બેંક પાસે કુલ રૂ. ૮.૫૦ લાખની ચલણી નોટો આવી છે અને એક આધારકાર્ડ દીઠ રૂ. ૪,૨૫૦ આપવામાં આવી રહ્યા છે. લોકોનું કહેવું છે કે જો બેંક પાસે જથ્થો મર્યાદિત હતો તો વહેલી તકે જાણ કરવી જોઈએ અથવા વ્યવસ્થિત વિતરણ કરવું જોઈએ. નાના મૂલ્યની નોટો માટે સામાન્ય નાગરિકોને આ પ્રકારે હેરાન કરવા બદલ બેંકની કામગીરી સામે ભારે અસંતોષ ફેલાયો છે.આ મામલે બેંક મેનેજર તુષાર મોટવાણીએ જણાવ્યું હતું કે, બેંક પાસે કુલ રૂ. ૮.૫૦ લાખની ચલણી નોટો આવી છે અને એક આધારકાર્ડ દીઠ રૂ. ૪,૨૫૦ આપવામાં આવી રહ્યા છે. લોકોનું કહેવું છે કે જો બેંક પાસે જથ્થો મર્યાદિત હતો તો વહેલી તકે જાણ કરવી જોઈએ અથવા વ્યવસ્થિત વિતરણ કરવું જોઈએ. નાના મૂલ્યની નોટો માટે સામાન્ય નાગરિકોને આ પ્રકારે હેરાન કરવા બદલ બેંકની કામગીરી સામે ભારે અસંતોષ ફેલાયો છે.

