આજે 1 ફેબ્રુઆરીના રોજ નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં દેશનું કેન્દ્રીય બજેટ રજૂ કર્યું. આ બજેટમાં સરકારનું મુખ્ય ધ્યાન દેશના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વેગ આપવા પર રહ્યું છે. નાણા મંત્રીએ રેલવે કનેક્ટિવિટીમાં મોટો ઉછાળો લાવતા દેશમાં 7 નવા હાઈ-સ્પીડ રેલ કોરિડોર બનાવવાની જાહેરાત કરી છે. બજેટ પ્રસ્તાવો અનુસાર, આ કોરિડોર પર બુલેટ ટ્રેનની જેમ હાઇ-સ્પીડ ટ્રેનો ચલાવવામાં આવશે, જેની ઝડપ 250-320 કિમી/કલાક હશે.

આ 7 રૂટ પર દોડશે હાઈ-સ્પીડ ટ્રેન
સરકારે દક્ષિણ અને ઉત્તર ભારતને જોડતા મહત્ત્વના રૂટ પસંદ કર્યા છે. આ સાત કોરિડોરમાં નીચેનાનો સમાવેશ થાય છે.
- મુંબઈથી પુણે
- પુણેથી હૈદરાબાદ
- હૈદરાબાદથી બેંગલુરુ
- હૈદરાબાદથી ચેન્નાઈ
- ચેન્નાઈથી બેંગલુરુ
- દિલ્હીથી વારાણસી
- વારાણસીથી સિલિગુડી

