યાત્રાધામ બહુચરાજી મંદિર પરિસરમાં ઘાતક હથિયાર સાથે સોશિયલ મીડિયા રીલ બનાવવાની ઘટના સામે આવી છે. મંદિર પરિસરમાં છરી સાથે રીલ બનાવનાર યુવકને પોલીસે ઝડપી પાડ્યો છે અને કાયદાનું ભાન કરાવ્યું છે.

યુવકે મંદિર પરિસરમાં છરી જેવા ઘાતક હથિયાર સાથે રીલ બનાવી
મળતી માહિતી મુજબ, એક યુવકે મંદિર પરિસરમાં છરી જેવા ઘાતક હથિયાર સાથે રીલ બનાવી હતી.
પોલીસે રીલ બનાવનાર યુવકને ઝડપી લીધો
ઘટનાની જાણ થતાં જ પોલીસ હરકતમાં આવી અને રીલ બનાવનાર યુવકને ઝડપી લીધો.
યુવક પાસે જાહેરમાં માફી મંગાવતો વીડિયો બનાવ્યો
પોલીસે યુવક પાસે જાહેરમાં માફી મંગાવતો વીડિયો બનાવ્યો છે, જેમાં તેણે પોતાની ભૂલ સ્વીકારી અને ફરી આવું ન કરવાની ખાતરી આપી છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે, જેથી અન્ય લોકો માટે પણ ચેતવણી બની રહે.

