JAMANAGAR : દક્ષિણ કોરિયાના એરફોર્સના વિમાનોનું જામનગર એરફોર્સ સ્ટેશને ટૂંકું રોકાણ

0
17
meetarticle

 દક્ષિણ કોરિયાના એરફોર્સના વિમાની કાફલાએ જામનગર એરફોર્સ સ્ટેશન પર ટુંકા રોકાણ માટે ઉતરાણ કર્યું હતું. સાઉદી અરેબિયા ખાતે વર્લ્ડ ડિફેન્સ શોમાં ભાગ લેવા જતા આ વિમાની કાફલાને ભારતીય વાયુસેનાએ ફ્યુલ તથા ટેકનિકલ મદદ પૂરી પાડી હતી.

દક્ષિણ કોરિયાની એરફોર્સની એરોબેટિક ટીમ બ્લેક ઈગલ્સ ટીમે જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે ટુંકું રોકાણ કર્યું હતું. ટીમના 9 T-50-B વિમાનો તથા એક C-130 ટ્રાન્સપોર્ટ વિમાન મળી કુલ 10 વિમાનોના કાફલાએ જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે ઉતરાણ કર્યું હતું.સાઉદી અરેબિયાના રિયાધ ખાતેયોજાયેલા વર્લ્ડ ડિફેન્સ શોમાં ભાગ લેવા જઈ રહેલા આ વિમાનીકાફલાએ આરામ અને ઈંધણ ભરવા માટે જામનગરમાં વચગાળાનો વિરામ લીધો હતો. દક્ષિણ કોરિયાના એરફોર્સ જવાનોની ટીમે નાગપુર ખાતે વિરામ લીધા બાદ જામનગર પહોંચી ઉતરાણ કર્યું હતું. ભારતીય વાયુસેનાએ આ ટીમને ફયુલ, ટેકનિકલ સુવિધા પૂરી પાડી હતી. તથા કસ્ટમ્સ અને ઈમીગ્રેશન માટે પણ સંપૂર્ણ સહયોગ પૂરો પાડયો હતો. આ વિમાનો લાંબા અંતર સુધી સતત ઉડી શકતા ન હોવાથી રસ્તામાં અલગ અલગ એરપોર્ટ પર રોકાણ કરે છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here