VADODARA : રાજમહેલના જાહેર રોડ પર જમીન બેસી જતા તોતિંગ ટ્રક ફસાઈ

0
9
meetarticle

હવે પાલિકાની ચૂંટણીના દિવસો નજીક આવી રહ્યા છે ત્યારે અધૂરા કામો ઝડપથી પુરા કરવા તંત્ર રઘવાયું બની ગયું છે. પરિણામે પુરા કરાતા અધૂરા કામોમાં ધાંધિયા શરૂ થયા છે. કેટલીય જગ્યાએ કોઈક કારણોસર ખોદાયેલા ખાડાનું યોગ્ય પુરાણ નહીં થતા કેટલીક જગ્યાએ જમીનો બેસી જવાના બનાવો હવે છાશવારે બની રહ્યા છે ત્યારે રાજમહેલ રોડની ખાડિયા પોળના ના કે આવા જ ખોદાયેલા ખાડાનું યોગ્ય રીતે પુરાણ નહીં થતાં 14 પૈડાની તોતિંગ ટ્રક ફસાઈ ગયા હતો. 

ઉલ્લેખનીય છે કે શહેરના અકોટા વિધાનસભા વિસ્તારમાં આવેલા વોર્ડ નં. 13માં સમાવિષ્ટ રાજમહેલ રોડ, ખાડિયા પોળ-૨ના જાહેર માર્ગ પર હાલમાં પાણી લાઈનની કામગીરી ચાલુ છે. આ દરમિયાન સિમેન્ટ ભરેલી 14 પૈડાની ભારે ટ્રક પસાર થઈ રહી હતી. પુરાણ થયેલ રોડ પરથી તોતિંગ ટ્રક પસાર થતા ગાડીનું પાછળનું ટાયર બેસી ગયું હતું. જેના કારણે પાણીની લાઈન તૂટી ગઈ હતી.સ્થળ પર હાજર કોન્ટ્રાક્ટરના કર્મચારીઓ દ્વારા અગાઉથી જ જણાવવામાં આવ્યું હતું કે અહીંથી મોટા અને ભારે વાહનો પસાર ન કરવામાં આવે, તેમ છતાં ગાડી પસાર થતા પાણીની લાઈનને ફરી નુકસાન થયું હતું. પરિણામે સમગ્ર વિસ્તારમાં પાણી પુરવઠો ખોરવાયો છે. અને સ્થાનિક નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

આ ઘટનાની જાણ થતા વિસ્તારના જાગૃત કાઉન્સિલર જાગૃતિબેન કાકા તરત જ ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમણે જાહેરમાં જણાવ્યું હતું કે આ સમગ્ર ભૂલ સંબંધીત એન્જિનિયરની બેદરકારીના કારણે થઈ છે. વિસ્તારમાં ચાલી રહેલી કામગીરી દરમિયાન યોગ્ય દેખરેખ ન રાખવાને કારણે આ પ્રકારની ઘટના બની હોવાનું તેમણે જણાવ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ ઘટનાના કારણે વિસ્તારના નાગરિકોને કેટલી મોટી તકલીફ પડે છે તે બાબત તેઓ મ્યુનિસિપલ કમિશનરના ધ્યાન પર ખાસ લાવશે અને જવાબદાર અધિકારીઓ સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરશે.

સ્થાનિક નાગરિકોમાં આ ઘટનાને લઈ ભારે રોષ જોવા મળી રહ્યો છે અને વહેલી તકે પાણી લાઈનનું રીપેરીંગ કરી પુન: પાણી પુરવઠો શરૂ કરવાની તાત્કાલિક માંગ ઉઠી હતી.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here