SPORTS : BCCI ઈચ્છે તો પણ વૈભવ સૂર્યવંશીને હાલ ટીમ ઈન્ડિયામાં નહીં રમાડી શકે, જાણો ICCનો નિયમ

0
11
meetarticle

હરારે સ્પોર્ટ્સ ક્લબ ખાતે રમાયેલી અંડર-19 વર્લ્ડ કપની ફાઈનલમાં બિહારના લાલ વૈભવ સૂર્યવંશીએ જે રીતે ઈંગ્લેન્ડના બોલરોની ધુલાઈ કરી, તેણે આખા બાધાંને ચોંકાવી દીધા છે. માત્ર 80 બોલમાં 175 રનની ઈનિંગ રમીને વૈભવે ભારતને વર્લ્ડ ચેમ્પિયન બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી. જોકે, આટલા શાનદાર ફોર્મ છતાં ચાહકો તેને હાલમાં સિનિયર ભારતીય ટીમમાં રમતો જોઈ શકશે નહીં. તેની પાછળ ICCના નિયમો જવાબદાર છે.

કેમ સિનિયર ટીમમાં પસંદગી શક્ય નથી?

વૈભવ સૂર્યવંશીની ઉંમર હાલમાં સૌથી મોટો અવરોધ છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા 2020માં ખેલાડીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને એક કડક નિયમ અમલમાં મૂકવામાં આવ્યો હતો. જેમાં કોઈપણ ખેલાડી આંતરરાષ્ટ્રીય સ્તરે (સીનિયર ટીમમાં) ત્યારે જ રમી શકે જ્યારે તેની ઉંમર ઓછામાં ઓછી 15 વર્ષ હોય. જ્યારે વૈભવનો જન્મ 27 માર્ચ, 2011ના રોજ થયો છે. ફેબ્રુઆરી 2026માં વર્લ્ડ કપ જીતવા છતાં તે હજુ 14 વર્ષનો જ છે. જેથી BCCI ઈચ્છે તો પણ 27 માર્ચ, 2026 પહેલા તેને સિનિયર ટીમની બ્લુ જર્સી પહેરાવી શકશે નહીં.

હવે અંડર-19માં પણ નહીં રમી શકે

બેટર વૈભવ સામે બીજી એક મર્યાદા BCCIના પોતાના નિયમની છે. જોકે તે ઉંમર મુજબ 2028 કે 2030ના અંડર-19 વર્લ્ડ કપ માટે લાયક ઠરે છે, પરંતુ BCCIના કડક નિયમ મુજબ, કોઈપણ ખેલાડી તેના જીવનકાળમાં માત્ર એક જ વાર અંડર-19 વર્લ્ડ કપ રમી શકે છે. આ નિયમનો હેતુ નવા યુવા ખેલાડીઓને તક આપવાનો છે. એટલે કે, વૈભવ સૂર્યવંશી માટે હવે અંડર-19ના દરવાજા પણ બંધ થઈ ગયા છે.

વૈભવના નામે અનોખા રેકોર્ડ

•અંડર-19 વર્લ્ડ કપ ફાઇનલમાં 80 બોલમાં 175 રન.

•2026 વર્લ્ડ કપમાં 30 છગ્ગા – એક નવો ટુર્નામેન્ટ રેકોર્ડ.

•14 વર્ષ અને 272 દિવસમાં લિસ્ટ-એ સદી – વિશ્વનો સૌથી નાની ઉંમરનો ખેલાડી.

•વિજય હજારે ટ્રોફીમાં 59 બોલમાં 150 રન – એબી ડી વિલિયર્સનો રેકોર્ડ તોડ્યો.

•35 બોલમાં આઈપીએલ સદી – સૌથી નાની ઉંમરમાં આઈપીએલમાં સદી.

•ભારત એ માટે ટી20 સદી ફટકારનાર પ્રથમ ખેલાડી.

•ઇંગ્લેન્ડ અંડર-19 સામે 52 બોલમાં સદી – સૌથી ઝડપી યુવા ઓડીઆઈ સદી.

•58 બોલમાં યુવા ટેસ્ટ સદી – ભારત માટે સૌથી ઝડપી.

•સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં 108 અણનમ – સૌથી નાની ઉંમરમાં સદી.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here