WORLD : પાકિસ્તાનના 14 શહેરોમાં 76 હુમલા, 350થી વધુ સુરક્ષાદળોને માર્યાનો BLAનો દાવો

0
17
meetarticle

પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં ચાલી રહેલો સંઘર્ષ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. બલૂચ લિબરેશન આર્મી (BLA) એ દાવો કર્યો છે કે ‘ઓપરેશન હેરોફ II’ અંતર્ગત માત્ર 6 દિવસમાં 14 શહેરોમાં 76 થી વધુ સફળ હુમલા કરવામાં આવ્યા છે. આ ઓપરેશનમાં પાકિસ્તાની સેના, ફ્રન્ટિયર કોર્પ્સ અને ગુપ્તચર એજન્સીઓના 362 થી વધુ જવાનો માર્યા ગયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જો કે, પાકિસ્તાની સેનાએ આ આંકડાને નકારીને 200 થી વધુ ઉગ્રવાદીઓને ઠાર કર્યા હોવાની વાત કહી છે.

ફિદાયીન હુમલા અને સેનાની અટકાયત 

BLA ના જણાવ્યા મુજબ, આ મિશનમાં તેમની મજીદ બ્રિગેડના 50 ફિદાયીન સહિત કુલ 93 લડાકુઓએ જીવ ગુમાવ્યો છે. ચોંકાવનારી વાત એ છે કે, BLA એ 17 પાકિસ્તાની સુરક્ષાકર્મીઓને જીવતા પકડ્યા હોવાનો પણ દાવો કર્યો છે, જેમાંથી 7 હજુ પણ તેમની કસ્ટડીમાં છે. આ લડાકુઓએ સેનાની ચેકપોસ્ટો અને પોલીસ સ્ટેશનોને તોડી પાડી મોટા પ્રમાણમાં હથિયારો કબજે કર્યા છે.પાકિસ્તાન અને ચીન માટે મોટો ફટકો 

આ પ્રાયોજિત હુમલાઓને કારણે બલૂચિસ્તાનમાં ભય અને અનિશ્ચિતતાનો માહોલ છે. આ લડાઈ હવે માત્ર મેદાન પૂરતી સીમિત નથી રહી, પરંતુ મનોવૈજ્ઞાનિક રીતે પાકિસ્તાન સરકારને તોડી રહી છે. આ હિંસાને કારણે ચીન જેવા વિદેશી રોકાણકારોમાં ડર પેસી ગયો છે, જે પાકિસ્તાનની પહેલેથી જ ડગમગતી અર્થવ્યવસ્થા માટે મોટો ફટકો સાબિત થઈ શકે છે. નિષ્ણાતોનું માનવું છે કે જો સ્થિતિ આવી જ રહી તો પાકિસ્તાન માટે બલૂચિસ્તાન પર કાબૂ રાખવો અશક્ય બની જશે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here