ARTICLE : સૂર્યના સૌર તોફાનોને કારણે આજકાલ સૂર્ય ખૂબ ગુસ્સામાં છે!

0
13
meetarticle

આજકાલ સૂર્ય ખૂબ ગુસ્સા માં છે. ચહેરો લાલ ઘુમ્મ છે.સૂર્યના મુખમાંથી તીવ્ર અને તેજસ્વી લાલઘુમ સૌર જ્વાળાઓ નીકળી રહી છે. સૂર્ય હાલ તેનો ખૂબ જ તીવ્ર આક્રોશ દેખાડી રહ્યો છે, ખાસ કરીને ફેબ્રુઆરી 2026ની શરૂઆતમાં તેનો ગુસ્સો જોવા મળ્યો છે.

હાલ સોલર સાઇકલ ચાલુ છે.જે 2019માં શરૂ થયું હતું અને 2024-2025માં તે સૌથી વધુ સક્રિય જણાઈ હતી.હાલ ફેબ્રુઆરી 2026માં પણ સૂર્ય ખૂબ જ સક્રિય દેખાઈ રહ્યો છે, ખાસ કરીને એક સનસ્પોટ ગ્રુપ AR 4366 નામના વિસ્તારમાંથી ઘણી તીવ્ર સૌર જ્વાળાઓ નીકળી રહી છે.ત્યાંથી સતત 27 સૌર વાવાઝોડા આવી રહ્યા છે.તાજેતરના અહેવાલો અનુસાર, એક જ 24 કલાકના સમયગાળામાં ફેબ્રુઆરી 1-2-2026ની આસપાસ 27થી વધુ સૌર જ્વાળાઓ નીકળી હતી.

સૂર્યના ભયંકર સ્વરૂપને કારણે ભારત હાલ ખતરામાં છે, ISRO એ ગંભીર રેડિયો બ્લેકઆઉટની ચેતવણી આપી છે. સતત 27 સૌર વાવાઝોડા આવી રહ્યાની ચેતવણી આપી છે, જેના કારણે નાસાથી લઈને ઈસરોને ચિંતા છે. ઈસરોએ ગંભીર બ્લેકઆઉટની ચેતવણી જારી કરી છે.

સૂર્યની અંદર હાલમાં તીવ્ર ગતિવિધિઓ ચાલી રહી છે. આનું કારણ સૌર તોફાન છે, જેના કારણે સતત સૌર જ્વાળાઓ નીકળી રહી છે, જે પૃથ્વી પર પહોંચી રહી છે. 1 ફેબ્રુઆરીથી, સૂર્ય સતત શક્તિશાળી સૌર જ્વાળાઓ છોડી રહ્યો છે. ISRO થી NASA સુધી, આ અંગે ચેતવણી જારી કરવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે ભારત સહિત સમગ્ર વિશ્વમાં રેડિયો બ્લેકઆઉટ અથવા પાવર ગ્રીડ ફેલ થવાની સંભાવના છે. સૂર્ય જ્વાળાઓ સૂર્યની અંદર વિસ્ફોટોને કારણે થાય છે અને આ સૌર જ્વાળાઓ ચુંબકીય ગુણધર્મોથી ભરપૂર હોય છે, આને સૌર તોફાન પણ કહેવામાં આવે છે.

સૂર્યએ ઉગ્ર સ્વરૂપ કેમ ધારણ કર્યું છે?:

સૂર્ય પર હાલની અશાંતિ સક્રિય ક્ષેત્ર ૧૪૩૬૬ તરીકે ઓળખાતા ચુંબકીય રીતે જટિલ સૂર્યસ્પોટ્સના સમૂહના અચાનક તીવ્ર થવાને કારણે થઈ હતી. છેલ્લા કેટલાક દિવસોમાં, આ પ્રદેશમાં વારંવાર વિસ્ફોટો થયા છે, જેમાં ચાર અત્યંત શક્તિશાળી સૌર જ્વાળાઓ ઉત્પન્ન થયા છે, જેમાં X8.1 વર્ગનો જ્વાળાનો સમાવેશ થાય છે. જે ૨૦૨૬માં અત્યાર સુધીનો સૌથી શક્તિશાળી છે. તેમણે કહ્યું કે ગ્રાઉન્ડ સ્ટેશનોએ મિશન નિયંત્રણ કેન્દ્રોને પહેલાથી જ ચેતવણીઓ જારી કરી દીધી છે અને કોઈપણ ખલેલનો ઝડપથી જવાબ આપવા માટે આકસ્મિક યોજનાઓ અમલમાં છે.

ભારતનું આદિત્ય-L1 સંપૂર્ણપણે સક્રિય છે:

ભારતની પ્રથમ સમર્પિત સૌર વેધશાળા, આદિત્ય-L1, હવે આ સક્રિય વાવાઝોડાનું નિરીક્ષણ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી રહી છે. પૃથ્વીથી લગભગ 1.5 મિલિયન કિલોમીટર દૂર, પૃથ્વી-સૂર્ય L1 લેગ્રેન્જ બિંદુ પર સ્થિત, આદિત્ય-L1 ભારતને સૌર વિસ્ફોટો આપણા ગ્રહ પર પહોંચે તે પહેલાં તેની અસરોનું સીધું અવલોકન પૂરું પાડે છે. આદિત્ય-L1 માંથી મળેલો ડેટા વૈજ્ઞાનિકોને વાસ્તવિક સમયમાં સૌર કિરણોત્સર્ગ, ચુંબકીય ક્ષેત્રો અને ઊર્જાસભર કણોને માપવામાં મદદ કરી રહ્યો છે, જેનાથી ISRO સમયસર ચેતવણીઓ આપી શકે છે અને મહત્વપૂર્ણ અવકાશ માળખાને સુરક્ષિત કરી શકે છે.

સૌર તોફાનોની ઘટના અને તવારીખ:

સૂર્યમાં તોફાનોની ઘટના અવાર નવાર બનતી હોય છે. એના ઉદાહરણો જોઈએ તોકેરિંગ્ટન ઇવેન્ટ 1859નું સૌથી તીવ્ર ગણાય છે, પરંતુ ઇતિહાસમાં અને આધુનિક સમયમાં પણ ઘણા નોંધપાત્ર તોફાનો થયા છે. અહીં કેટલાક મુખ્ય અને તેમની વિશેષતાઓ જોઈએ તોમાર્ચ 1989 નો Geomagnetic Storm (Quebec Blackout)
13-14 માર્ચ 1989 ના રોજ
જીઓ મેગ્નેટીક સ્ટોર્મ જોવા મળ્યો હતો. જેની તીવ્રતા Dst ≈ -589 nT હતી. જેની અસરજોવા મળી હતી.કેનેડાના ક્વિબેકમાં 9 કલાક માટે 6 મિલિયન લોકો વીજળી વિના રહ્યા હતાં. ટ્રાન્સફોર્મર બળી ગયા હતાં.સેટેલાઇટને નુકસાન થયું હતું, અને ઓરોરા ટેક્સાસ સુધી અસર દેખાઈ હતી

બીજી ઘટના ઓક્ટોબર-નવેમ્બર 2003n Halloween Storms
ની જોવા મળી હતી.તારીખ19 ઓક્ટોબરથી 5 નવેમ્બર 2003 માં(ખાસ કરીને 28-30 ઓક્ટોબર)
X10-X28 તીવ્રતા ની class ફ્લેર (X28 સૌથી મોટી માપેલી), Dst ≈ -422 હતી. જેને કારણે સ્વીડન અને દક્ષિણ આફ્રિકામાં ટ્રાન્સફોર્મર બળ્યા હતાં.એવિએશન રેડિયો બ્લેકઆઉટ થયો હતો.સેટેલાઇટ નુકસાન થયું હતું આ Solar Cycle 23નું સૌથી તીવ્ર તોફાન હતું.

ત્રીજી ઘટના ઓગસ્ટ 1972 Solar Storm ની જોવા મળી હતી
2-4 ઓગસ્ટ 1972ના રોજ
ખૂબ ઝડપી CME (લગભગ 2500 km/s), Dst ≈ -300 થી -400 nT (અંદાજિત)ની તીવ્રતા નું સૌર તોફાનને કારણે AT&Tના ટ્રાન્સએટલાન્ટિક કેબલમાં વિક્ષેપ પડી ગયો હતો. લાંબા અંતરના ફોન સંચાર બંધથઈ ગયા હતાં. ડિટેક્ટર્સ ખોટા સિગ્નલ આપ્યા હતાં
હતાં.આને “ટેલિકોમ્યુનિકેશન ક્રાઇસિસ” તરીકે યાદ કરવામાં આવે છે.

જયારે મે 1921 New York Railroad Storm ની ઘટના
માં ખૂબ તીવ્ર (Dst ≈ -500 nT અંદાજિત), 20મી સદીનું સૌથી મોટું તોફાન જોવા મળ્યું હતું. જેને કારણે ટેલિગ્રાફ અને રેલવે સિગ્નલિંગ સિસ્ટમમાં આગ લાગી ગઈ હતી.ન્યુ યોર્કમાં રેલવે ટ્રાફિક બંધ થઈ ગયો હતો.કેરિંગ્ટન પછીનું સૌથી તીવ્ર ગણાય છે.

મે 1967 Cold War Solar Storm ને કારણે મોટી ફ્લેર, રેડાર અને રેડિયોમાં વિક્ષેપ થયો હતો
જેને કારણે અમેરિકન મિસાઇલ વોર્નિંગ સિસ્ટમ બંધ થઈ ગઈ હતી. થોડીવાર માટે સોવિયેત હુમલો માનીને એલર્ટ થયું હતું.પછી સમજાયું કે સૂર્યનું તોફાન છેકોલ્ડ વોર દરમિયાન ખતરનાક સ્થિતિ ઊભી થઈ.

જ્યારે મે 2024 Gannon Storm તાજેતરનું. Tofan2
10-11 મે 2024 ના રોજ જોવા મળ્યું હતું.
જેની તીવ્રતા G5 (સૌથી ઉંચું સ્તર)હતી જે 21મી સદીનું સૌથી તીવ્ર સૌર તોફાન હતું. જેને કારણે સેટેલાઇટ ઓર્બિટમાં ફેરફાર. અને સ્ટારલિંક સેટેલાઇટને નુકસાન થયું હતું

અન્ય નોંધપાત્ર ઘટનાઓ જોઈએ તોજુલાઈ 2012 Near-Miss પૃથ્વીને અડધો અઠવાડિયો મિસ થયું, પરંતુ તે કેરિંગ્ટન જેટલું તીવ્ર હતું. જો લાગુ પડ્યું હોત તો અબજો ડોલરનું નુકસાન થયું હોત.
-સપ્ટેમ્બર 2017 માં X9.3 ફ્લેર આવી હતી.મોટા વિક્ષેપ પરંતુ ઓછી અસર જોવા મળી હતી
આ તોફાનો દર્શાવે છે કે સૂર્યની પ્રવૃત્તિ આજે પણ ખતરનાક છે, ખાસ કરીને આધુનિક ટેકનોલોજી (પાવર ગ્રીડ, સેટેલાઇટ, GPS) માટે ખતરનાક બની શકે છે.

જોકે આવી ઘટના નરી આંખે અથવા સામાન્ય ચશ્માથી જોવો અત્યંત જોખમી છે. સૂર્યમાંથી નીકળતા પારજાંબલી (UV) અને ઇન્ફ્રારેડ કિરણો આંખના પડદા (Retina) ને કાયમી નુકસાન પહોંચાડી શકે છે. માટે સૂર્યદર્શન માટે હંમેશા પ્રમાણિત ફિલ્ટર અથવા સોલર ગોગલ્સનો ઉપયોગ કરવો જોઈએ.


meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here