ઈન્સ્ટિટયુટ ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયા દ્વારા ડિસેમ્બર મહિનામાં લેવાયેલી સીએમએ ઈન્ટર અને ફાઈનલ પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.

વડોદરામાંથી ૭૦૮ વિદ્યાર્થીઓએ ઈન્ટર અને ફાઈનલના વિવિધ ગુ્રપની પરીક્ષા આપી હતી.આ પૈકી ઈન્ટર પરીક્ષામાં વડોદરાના ત્રણ વિદ્યાર્થીઓએ દેશના ટોપ-૫૦માં સ્થાન મેળવ્યું છે.જોકે સીએમએ ફાઈનલમાં વડોદરાનો કોઈ વિદ્યાર્થી રાષ્ટ્રીય સ્તરે ઝળકી શક્યો નથી.વડોદરા ચેપ્ટરમાંથી સીએમએ ઈન્ટરના ગુ્રપ ૧ની પરીક્ષા આપનારા ૨૮૧ પૈકીના ૪૪, ગુ્રપ બેની પરીક્ષા આપનારા ૧૫૭ પૈકી ૨૧ તેમજ બંને ગુ્રપની એક સાથે પરીક્ષા આપનારા ૧૬૭ પૈકી ૪૧ વિદ્યાર્થીઓ પાસ થયા છે.કુલ ૯૯ વિદ્યાર્થીઓએ ઈન્ટરની પરીક્ષા પાસ કરી છે.જ્યારે સીએમએ ફાઈનલમાં ગુ્રપ ત્રણની પરીક્ષા આપનારા ૧૦૪ પૈકી ૧૦, ગુ્રપ ચારની પરીક્ષા આપનારા ૬૪ પૈકી ૧૧ તથા બંને ગુ્રપની પરીક્ષા આપનારા ૩૫ પૈકીના ૬ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે.આજે જાહેર થયેલા પરિણાની સાથે વડોદરાના ૩૫ વિદ્યાર્થીઓને સીએમએની ડિગ્રી પ્રાપ્ત થઈ છે.
૬ મહિનામાં સીએ અને સીએમએ ઈન્ટરની પરીક્ષા પાસ કરી
પિતા સીએ છે અને તેમનું પહેલેથી માર્ગદર્શન મળતું રહ્યું હતું.સીએમએની સાથે સાથે સીએનો પણ અભ્યાસ કરી રહ્યો છું.બંને કોર્સની ઈન્ટર પરીક્ષા ૬ મહિનામાં પાસ કરી છે.બે કોર્સમાં એક સાથે અભ્યાસ કરીને એક સાથે ડિગ્રી મેળવવાનું પહેલેથી જ લક્ષ્ય રાખ્યું છે.પરીક્ષામાં સફળતા માટે સતત રિવિઝન કરવાની સાથે મોક ટેસ્ટ આપતા રહેવું અને સોશ્યલ મીડિયાથી દુર રહેવું જરુરી છે તેવું મારુ માનવું છે.
જૈનમ શાહ, ૬૧૧ માર્કસ, ઈન્ટરમાં ઓલ ઈન્ડિયા રેન્ક ૮
તૈયારી સાથે પોતાના પર વિશ્વાસ જરુરી
પહેલા જ દિવસથી તૈયારી કકરતો હતો.પરીક્ષા નજીક આવી ત્યારે દિવસમાં સાત થી આઠ કલાક વાંચતો હતો પણ ઓલ ઈન્ડિયા રેન્કની અપેક્ષા નહોતી.પિતા કન્સ્ટ્રક્શન કંપનીમાં સુપરવાઈઝર છે.મેન્યુફેક્ચરિંગની કોસ્ટિંગમાં રસ હોવાથી સીએમએનો અભ્યાસ કરવાનો નિર્ણય લીધો હતો.પોતાના પર વિશ્વાસ રાખીને અભ્યાસ કરવાથી સફળતા મળે છે.
આર્યન ખારોલ, ૫૭૦ માર્ક, ઈન્ટરમાં ઓલ ઈન્ડિયા રેન્ક ૨૮
એક વર્ષ મોબાઈલ અને સોશ્યલ મીડિયા બંધ રાખ્યું
એક વર્ષથી મોબાઈલ અને સોશ્યલ મીડિયા બાજુ પર મૂકી દીધું હતું.પરીક્ષા પહેલાના આઠ દિવસ દરમિયાન ટેન્શન વધી જતા તબિયત બગડી હતી.આમ છતા રોજ માત્ર ત્રણ કલાકની ઉંઘ લઈને અને દવાઓ લઈને તૈયારી ચાલું રાખી હતી.ફાઈનલ પરીક્ષા પહેલા હું વધારે માનસિક સજ્જતા કેળવવા માંગુ છું.
પલક પઢિયાર, ૫૫૧ માર્ક, ઈન્ટરમાં ઓલ ઈન્ડિયા રેન્ક ૪૧
પિતાનું ઉચ્ચાભ્યાસનું સપનું મે પૂરુ કર્યું
મારા પિતા કો ઓપરેટિવ બેન્કમાં નોકરી કરે છે.સંજોગોવશાત તેઓ ધો.૧૨ પછી અભ્યાસ નહોતા કરી શક્યા પણ તેમનું સપનું મે પુરુ કર્યું છે.મેં બીજા પ્રયત્નમાં સીએમએ ફાઈનલની પરીક્ષા પાસ કરી છે.મારુ પરિણામ જોઈને માતા-પિતાની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા હતા.સફળતા માટે અભ્યાસની સાથે સાથે પ્રેક્ટિસ પણ જરુરી છે.હવું હું નોકરી કરીને મારા માતા- પિતાને મદદરુપ થવા માગું છે.
મુર્તુઝા સમલાયાવાલા, ૪૪૩માર્કસ, ફાઈનલમાં વડોદરામાં પ્રથમ
વધારે મહેનત નહોતી કરી
બીજા પ્રયત્નમાં મેં એક સાથે બે ગુ્રપની પરીક્ષા આપી હતી.મેં સારી રીતે અભ્યાસ કર્યો હતો પણ એવી વધારાની મહેનત નહોતી કરી.પરીક્ષા પહેલા વાંચવાના કલાકો વધાર્યા હતા.પિતા પોસ્ટમાં નોકરી કરે છે
અયમન વહોરા, ૪૨૪ માર્કસ, ફાઈનલમાં વડોદરામાં બીજો ક્રમ

