GUJARAT : છોટા ઉદેપુર-વડોદરા નેશનલ હાઈવે પર હિટ એન્ડ રન! અજાણ્યા વાહનની ટક્કરે વૃદ્ધનું મોત

0
14
meetarticle

છોટા ઉદેપુરથી વડોદરા તરફ જતા નેશનલ હાઈવે પર ધંધોડા ગામ નજીક માર્ગ ઓળંગી રહેલા એક 55 વર્ષીય વૃદ્ધને અજાણ્યા વાહને અડફેટે લેતા તેમનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ સ્થાનિકો દ્વારા કરવામાં આવતા પોલીસ તુરંત કાફલા સાથે ઘટના સ્થળે દોડી આવી હતી. હાલ મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો છે.

પોલીસે તપાસ હાથ ધરી

મળતી માહિતી મુજબ, છોટા ઉદેપુર-વડોદરા નેશનલ હાઈવે પર આવેલા ધંધોડા ગામ નજીક એક વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો હતો. પ્રાથમિક દ્રષ્ટિએ આ કેસ હિટ એન્ડ રનનો હોવાનું જણાય છે. કોઈ અજાણ્યા વાહને વૃદ્ધને જોરદાર ટક્કર મારી હતી અને ચાલક વાહન લઈને ફરાર થઈ ગયો હતો. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતક વૃદ્ધનું નામ કેરિયા ભાભોર છે. તેઓ મૂળ મધ્ય પ્રદેશના રહેવાસી હતા અને છેલ્લા કેટલાક સમયથી ધંધોડા ગામમાં રહીને મજૂરી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા.હાલ પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો છે. અકસ્માત સર્જી ફરાર થઈ ગયેલા અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here