BOLLYWOOD : હવે યશની ફિલ્મ ટોક્સિક સામે ખ્રિસ્તી સમુદાયનો વિરોધ

0
4
meetarticle

મનોજ વાજપેયીની ‘ઘૂસખોર પંડિત’  ફિલ્મનાં ટાઈટલથી દેશભરમાં બ્રાહ્મણ સમુદાય ઉકળી  ઉઠયો છે ત્યાં હવે યશની આગામી ફિલ્મ ‘ટોક્સિક’ સામે ખ્રિસ્તી સમાજે નારાજગી વ્યક્ત કરી છે. 

 ખ્રિસ્તી સમુદાયના જણાવ્યા અનુસાર આ ફિલ્મનાં કેટલાંક દ્રશ્યોમાં ખ્રિસ્તી ધાર્મિક માન્યતાઓ પર પ્રહાર કરવામાં આવ્યા છે. ખ્રિસ્તી સંતોનું અભદ્ર ચિત્રણ કરવામાં આવ્યું છે. ખ્રિસ્તી સમુદાયના સંતની હાજરીમાં કેટલાંક એવાં કાલ્પનિક દ્રશ્યો દર્શાવાયાં છે જે ખ્રિસ્તી સમાજના લાગણીને ઠેસ પહોંચાડે છે. 

આ ફિલ્મના  સર્જકો ઉપરાંત જુદા જુદા સત્તાવાળાઓને પણ આ ફિલ્મમાંથી આ દ્રશ્યો હટાવી લેવાની માંગ કરતી રજૂઆતો સોંપવામાં આવી  રહી છે. 

ઉલ્લેખનીય છે કે યશની આ ફિલ્મ આગામી માર્ચ માસમાં રીલિઝ થવાની છે. ટિકિટબારી પર તેનો મુકાબલો રણવીરની ‘ધુરંધરઃ ધી રિવેન્જ’ સામે થવાનો છે.  

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here