2016માં સરકારે સ્ટાર્ટઅપ્સને પ્રારંભિક મૂડી પૂરી પાડવા અને તેમને ગણતરીપૂર્વકનું જોખમ લેવા સક્ષમ બનાવવા માટે રૂપિયા 10,000 કરોડના ભંડોળની સ્થાપના કરી. પ્રથમ તબક્કાના સફળ અમલીકરણ પછી, કેન્દ્રીય બજેટ 2025-26માં રૂપિયા 10,000 કરોડના બીજા તબક્કાને મંજૂરી આપવામ
14 ફેબ્રુઆરીને શનિવારે કેન્દ્ર સરકારે રૂપિયા 10,000 કરોડના ફંડ ઓફ ફંડ્સને મંજૂરી આપી છે, જેનો ઉદ્દેશ્ય વેન્ચર કેપિટલ એકત્ર કરવા અને ડીપ ટેક, ટેકનોલોજી-આધારિત નવીન ઉત્પાદન સ્ટાર્ટઅપ્સ અને પ્રાથમિક વિકાસ તબક્કાના વેન્ચર્સને સમર્થન આપવાનું છે. સ્ટાર્ટઅપ ઈન્ડિયા પહેલ હેઠળ ફંડ ઓફ ફંડ્સ (FoF) યોજનાનો આ બીજો તબક્કો હતો. પ્રથમ તબક્કો 2016માં સ્થાપિત કરવામાં આવ્યો હતો. FoF 2.0એ સ્ટાર્ટઅપ્સમાં રોકાણની ગતિને ટકાવી રાખવા માટે ડિઝાઈન કરવામાં આવ્યો છે. એક સરકારી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે દેશના સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ માટે વેન્ચર કેપિટલ એકત્ર કરવા માટે રૂપિયા 10,000 કરોડના કુલ ભંડોળ સાથે સ્ટાર્ટઅપ ઈન્ડિયા ફંડ ઓફ ફંડ્સ 2.0ની સ્થાપનાને મંજૂરી આપી છે.

શુક્રવારે મંત્રીમંડળે સ્ટાર્ટઅપ ઈન્ડિયા ફંડ ઓફ ફંડ્સ યોજનાના બીજા તબક્કાને મંજૂરી આપી. તેમાં જણાવાયું હતું કે આ યોજના લાંબા ગાળાની સ્થાનિક મૂડી એકત્ર કરીને, વેન્ચર કેપિટલ ઈકોસિસ્ટમને મજબૂત બનાવીને અને દેશભરમાં નવીનતા આધારિત ઉદ્યોગસાહસિકતાને ટેકો આપીને ભારતની સ્ટાર્ટઅપ યાત્રાના આગામી તબક્કાને વેગ આપવા માટે બનાવવામાં આવ્યું છે. 2016માં સરકારે સ્ટાર્ટઅપ્સને પ્રારંભિક મૂડી પૂરી પાડવા અને તેમને ગણતરીપૂર્વકનું જોખમ લેવા સક્ષમ બનાવવા માટે રૂપિયા 10,000 કરોડના ભંડોળની સ્થાપના કરી. પ્રથમ તબક્કાના સફળ અમલીકરણ પછી, કેન્દ્રીય બજેટ 2025-26માં રૂપિયા 10,000 કરોડના બીજા તબક્કાને મંજૂરી આપવામાં આવી.
હાલમાં આશરે 100 યુનિકોર્ન સ્ટાર્ટઅપ્સ છે. યુનિકોર્નનો અર્થ એવા સ્ટાર્ટઅપ્સ થાય છે જેમનું મૂલ્ય 1 બિલિયન યુએસ ડોલર કે તેથી વધુ છે. 2016માં સ્ટાર્ટઅપ ઈન્ડિયાની શરૂઆત થઈ ત્યારથી સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત સ્ટાર્ટઅપ્સની સંખ્યા આજે આશરે 500થી વધીને 2,00,000થી વધુ થઈ ગઈ છે. 2025માં 49,400થી વધુ સ્ટાર્ટઅપ્સને માન્યતા આપવામાં આવી હતી, જે એક વર્ષમાં સૌથી વધુ સંખ્યા છે.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સ્ટાર્ટઅપ ઈન્ડિયા ફંડ ઓફ ફંડ્સ 2.0 એ ફંડ ઓફ ફંડ્સ ફોર સ્ટાર્ટઅપ્સ (FFS 1.0) ના મજબૂત પ્રદર્શનને અનુસરે છે, જે 2016માં ફંડિંગ ગેપને દૂર કરવા અને સ્ટાર્ટઅપ્સ માટે સ્થાનિક વેન્ચર કેપિટલ માર્કેટને વેગ આપવા માટે શરૂ કરવામાં આવ્યું હતું. આ ફંડના ભાગ રૂપે રૂપિયા 10,000 કરોડનું સંપૂર્ણ ભંડોળ 145 વૈકલ્પિક રોકાણ ભંડોળ (AIFs)ને ફાળવવામાં આવ્યું છે. આ AIFs એ દેશભરમાં કૃષિ, AI, રોબોટિક્સ, ઓટોમોટિવ, ક્લીન ટેક, કન્ઝ્યુમર ગુડ્સ અને સર્વિસીસ, ઈ-કોમર્સ, શિક્ષણ, ફિનટેક, ફૂડ એન્ડ બેવરેજીસ, હેલ્થકેર, મેન્યુફેક્ચરિંગ, સ્પેસ ટેકનોલોજી અને બાયોટેકનોલોજી જેવા વિવિધ ક્ષેત્રોમાં રૂપિયા 25,500 કરોડથી વધુનું રોકાણ કર્યું છે.
